સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર સંકેત અને સ્થાનિક સ્તરે તહેવારલક્ષી લેવાલી થાક ખાઇ રહી હોવાને કારણે ગુરુવારના સત્રમાં ઝવેરી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનાની ચમક ઝાંખી પડી હતી, જ્યારે ચાંદીનો ચમકારો વધ્યો હતો. પાછલા સત્રમાં બુલિયન બજારમાં જોરદાર તેજી, ચાંદીએ રૂ. ૨૨૬૯ના ઉછાળા સાથે રૂ. ૭૨,૨૦૦ની સપાટી વટાવી નાંખી હતી, જ્યારે સોનું રૂ. ૫૪૭ના ઉછાળા સાથે રૂ. ૬૦,૬૦૦ની ઉપર પહોંચ્યું હતું.
ગુરૂવારના સત્ર દરમિયાન .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૭૨,૨૨૦ના પાછલા બંધ સામે એક કિલોદીઠ વધુ રૂ. ૬૩૫ના ઉછાળા સાથે રૂ. ૭૨,૮૫૫ના સ્તરે પહોંચી હતી. એ જ સાથે, ૯૯૯ ટચનું શુદ્ધ સોનું પણ રૂ. ૬૦,૬૧૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૧૩ના ઘટાડા સાથે રૂ. ૬૦,૫૦૫ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું પણ રૂ. ૬૦,૩૭૫ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે અંતે રૂ. ૧૧૨ના ઘટાડા સાથે રૂ. ૬૦,૨૬૩ સપાટીએ પહોંચ્યું હતું,