સોનું ₹ ૬૦,૦૦૦ની નીચે ખાબક્યું, ચાંદીએ ₹ ૧,૦૧૬ના કડાકા સાથે ₹ ૬૯,૫૦૦ની સપાટી તોડી
મુંબઇ: વિશ્ર્વબજારના નરમાઇના અહેવાલ સાથે ઝવેરી બજારમાં સપ્તાહનો પહેલો દિવસ નિરસ રહ્યો હતો. પર્યાપ્ત લેવાલીના અભાવે સોનું રૂ. ૬૦,૦૦૦ની નીચે ખાબક્યુ, ચાંદી રૂ. ૧૦૧૬ના કડાકા સાથે રૂ. ૬૯,૫૦૦ની સપાટી તોડી નાંખી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઘટાડા સાથે ઔંશદીઠ ૧૯૩૭ ડોલર અને સિલ્વર ૨૨.૦૫ ડોલર પ્રતિ ઔંશના સ્તરે રહી હતી. સ્તાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૬૦,૨૪૦ના પાછલા બંધ સામે રૂ. ૫૯,૯૧૮ની સપાટીએ ખૂલીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૮ના ઘટાડા સાથે રૂ. ૫૯,૮૯૨ની સપાટીએ સ્થિર થયું હતું.
એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું પણ રૂ. ૫૯,૯૯૯ના પાછલા બંધ સામે રૂ. ૫૯,૬૭૮ની સપાટીએ ખૂલીને દસ ગ્રામે રૂ. ૩૪૭ના ઘટાડા સાથે રૂ. ૫૯,૬૫૨ની સપાટીએ સ્થિર થયું હતું. જ્યારે હાજર ચાંદી રૂ. ૭૦,૪૧૬ના પાછલા બંધ સામે રૂ.૬૯,૪૦૦ની સપાટીએ ખૂલ્યા બાદ એક કિલોદીઠ રૂ. ૧૦૧૬ના કડાકા સાથે રૂ. ૬૯૪૦૦ની સપાટીએ પહોંચી હતી. દિલ્હી સર્રાફા બજારમાં પણ સોનાચાંદીમાં મંડીનો માહોલ જોવા મળ્યો હતો. સોનામં રૂ. ૧૦૦ અને ચાંદીમાં રૂ. ૭૦૦નો ધટાડો રહ્યો હતો.