વેપાર

આ સોના ચાંદીના ભાવ ક્યાં જઇને અટકશે?, 49 દિવસમાં રૂ. 9,500 વધી ગયા…

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં દિનપ્રતિદિન જે વધારો થઈ રહ્યો છે તે અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી .આ વર્ષે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને વેપારી યુદ્ધ શરૂ થવાની સંભાવનાને કારણે સોનાના ભાવમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો છે અને સોનાના ભાવ સતત વધતા જ જોઈ રહ્યા છે. છેલ્લા 49 દિવસમાં સોનાનો ભાવ રૂ. 76,544 થી વધીને રૂ. 86,020 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ગયા વર્ષે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં થઈ રહેલો વધારો બહુ જ તીવ્ર છે. બુલિયન બજારના નિષ્ણાતો જણાવે છે તે સોનાના ભાવનો વધારો અટકવાનો નથી તો એવા સંજોગોમાં આપણે જાણીએ કે સોનાના ભાવ ક્યાં સુધી પહોંચી શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે રૂપિયામાં થઈ રહેલા સતત ઘટાડા, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને ફુગાવાના દબાણને કારણે સોનાના ભાવમાં તેજી જળવાઇ રહેશે અને દિવાળી સુધીમાં સોનુ 87000 રૂપિયા (10 ગ્રામ) ની રેકોર્ડ સપાટી સુધી પહોંચી જશે અને જો આમ થશે તો ભારતીય બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 90 હજારની ઉપર જતો રહેશે.

Also read: સોનાના ભાવમાં સતત વધારો, ચાંદીની ચમક ઝાંખી પડી

ચાંદીમાં કેવું વલણ છે:-
સોનામાં તેજી બાદ હવે ચાંદીનો વારો છે. ચાંદી પણ આગામી 12 મહિનામાં એક લાખ 17 હજાર સુધીના આંકડાને સ્પર્શી જશે. ડિસેમ્બર 2022 થી ચાંદીમાં તેજી શરૂ થઈ છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સમાન પ્રમાણમાં જ ચાંદી ખરીદવા માટે વધુ ડોલરની જરૂર પડે છે અને ચેઇન રિએક્શન કારણે ચાંદીના ભાવ વધે છે. ચાંદીનો એક મહત્વપૂર્ણ ઉપયોગ ઇલેક્ટ્રીક વાહનો અને સૌર પેનલ જેવા ઉત્પાદનોમાં થાય છે ઔદ્યોગિક માંગમાં વધારો થવાને કારણે ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જોકે હાલમાં તો સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ઓછો વધારો જોવા મળ્યો છે, જોકે, આગામી એક વર્ષમા ંસેફ હેવન ગણાતી ચાંદીના ભાવ પણ વધીને સવા લાખ રૂપિયા સુધી પહોંચી જશએ એમ ટ્રેડ નિષ્ણાતો જણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button