Top Newsવેપાર

સોનાચાંદીમાં અલ્પ વિરામ બાદ ફરી તેજી,

સોનામાં રૂ. ૧૩૫૦નો અને ચાંદીમાં રૂ. ૫૭૪૫નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સોનાચાંદીમાં એકધારી અને વિક્રમી આગેકૂચ બાદ ગુરુવારે તુલનાત્મક ધોરણે સામાન્ય કહી શકાય એવી પીછેહઠ પછી શુક્રવારના ખૂલતા બજારમાં ફરી ચમકારો જોવા મળ્યો હતો. મુંબઇના ઝવેરી બજાર ખાતે શુદ્ધ સોનાન ભાવ રૂ. ૧,૩૫,૭૭૩ના પાછલા બંધ સામે રૂ. ૧,૪૨૨ ના વધારા સાથે રૂ. ૧,૩૭,૧૯૫ની સપાટી પર અને સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧,૩૫,૨૨૯ના પાછલા બંધ સામે રૂ. ૧,૪૧૭ના સુધારા સાથે રૂ. ૧,૩૬,૬૪૬ની સપાટીએ ખૂલ્યા હતા.

જ્યારે હાજર ચાંદીના ભાવ એક કિલો દીઠ રૂ. ૨,૩૭,૦૬૩ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૨,૯૩૧ના ઉછાળા સાથે રૂ. ૨,૩૯,૯૯૪ની સપાટીએ ખૂલી હતી. નોંધવું રહ્યું કે એકધારી તેજીના ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ સહિતના કારણોસર પાછલા સત્રમાં ગુરુવારે સોનામાં દસ ગ્રામદીઠ રૂ. ૯૦૪ની અને ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧૨,૧૭૪ની પીછેહઠ નોંધાઇ હતી.

સત્રને અંતે ૯૯૯ ટચની શુદ્ધતા ધરાવતા શુદ્ધ સોનાના ભાવ દસ ગ્રામે રૂ. ૧,૩૪૯ના ઉછાળા સાથે રૂ. ૧,૩૭,૧૨૨ની સપાટીએ, જ્યારે ૯૯૫ ટચની શુદ્ધતા ધરાવતા સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧,૩૪૪ના ઉછાળા સાથે રૂ. ૧,૩૬,૫૭૩ની સપાટી પર સ્થિર થયા હતા. જ્યારે .૯૯૯ ટચની શુદ્ધતા ધરાવતી હાજર ચાંદીના ભાવ એક કિલોદીઠ રૂ. ૫,૭૪૫ના ઉછાળા સાથે રૂ. ૨,૪૨,૮૦૮ની સપાટીએ સ્થિર થયા હતા.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button