નેશનલવેપાર

સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો, ચાંદી 4 લાખથી નીચે, સોનું કેટલું તૂટ્યું ?

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાને પગલે સ્થાનિક બજારોમાં પણ કિંમતોમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું અને ચાંદી ગગડતા ભારતીય બજારોમાં રોકાણકારોમાં દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને ચાંદી જે થોડા સમય પહેલા વિક્રમી સપાટીએ હતી, તેમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે હવે ચાંદીના ભાવ કિલો દીઠ 4 લાખ રૂપિયાની સપાટીથી નીચે આવી ગયા છે. શુક્રવારે થયેલા આ મોટા ઘટાડા બાદ શનિવારે પણ ભાવ આ નીચી સપાટીએ સ્થિર જોવા મળ્યા હતા.

દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં 31 જાન્યુઆરીના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹155,610 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. મુંબઈમાં 155,090, બેંગલુરુમાં 155,720 અને કોલકાતામાં 156,140 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. અમદાવાદમાં ₹155,650 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. આ ઘટાડા પહેલા શુક્રવારે સવારે સોનું 1.70 લાખની ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું, જે હવે તૂટીને નીચે આવ્યું છે.

ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ ₹3,42,390 પ્રતિ કિલોની આસપાસ નોંધાયો છે, જે અગાઉના ઊંચા સ્તરોથી ઘણો ઓછો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ અને બેંગલુરુ જેવા તમામ અગ્રણી શહેરોમાં આજે ચાંદીનો ભાવ ₹3,420 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતોના મતે શેરબજારની નબળાઈને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા હતા, પરંતુ વૈશ્વિક સ્તરે મોટા વેચાણને કારણે કિંમતોમાં આ અચાનક ઘટાડો જોવા મળ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button