ઇન્ટરનેશનલવેપાર અને વાણિજ્ય

યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલા: વૈશ્વિક સોનામાં હેજરૂપી માગે ભાવ નવી ટોચે

સ્થાનિક સોનામાં રૂ. ૫૬૫ની તેજી, ચાંદી રૂ. ૧૫૩૭ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવા બાબતે શંકા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં રોકાણકારોની સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી પ્રબળ માગને ટેકે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૨૮૮.૦૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો તેમ જ ચાંદીના ભાવમાં પણ એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૩થી ૫૬૫ની તેજી આવી હતી. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૫૩૭ના ચમકારા સાથે રૂ. ૭૭,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.



બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૩૭ વધીને રૂ. ૭૭,૬૬૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૩ વધીને રૂ. ૬૯,૨૪૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬૫ વધીને રૂ. ૬૯,૨૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના આ માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ

હાલમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારથી વ્યાજદરમાં કાપ મૂકશે તે અંગેની અનિશ્ર્ચિતતા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થઈ રહ્યો હોવા છતાં તાજેતરમાં યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલાને કારણે પરિસ્થિતિ વધુ વણસતા ફુગાવામાં થનારી સંભવિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોની ફુગાવા સામે રક્ષણ મેળવવા સોનામાં હેજરૂપી માગને ટેકે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું સિટી ઈન્ડેક્સનાં એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું.



નોંધનીય બાબત એ છે કે આજે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૨૮૮.૮૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા અને ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૨૮૩.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો ઉછળીને ઔંસદીઠ ૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકાનાં ઉત્પાદન ક્ષેત્રના ડેટા મજબૂત આવતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગે અનિશ્ર્ચિતતા સપાટી પર આવી હતી અને ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હતો. જોકે, ફેડરલના અમુક નીતિ ઘડવૈયાઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress