વેપાર અને વાણિજ્ય

નબળા રૂપિયે સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૪૨નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થતી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડી ગયો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦નો અને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં રૂ. ૪૨નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ ઉપરાંત ઊંચા મથાળેથી રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહી હોવા છતાં રૂપિયો નબળો પડવાથી આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૪૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૬૮૯ના મથાળે રહ્યા હતા. વધુમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૨ના સાધારણ સુધારા સાથે રૂ. ૭૩,૮૮૬ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત આજે ફેડરલ રિઝર્વની સમાપન થતી બે દિવસીય બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે કોઈ અણસાર આપે છે કે કેમ તેના પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૧૫૫.૯૩ ડૉલર અને ૨૧૫૯.૭ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અપેક્ષા કરતાં વહેલા કાપ મૂકે તેવી ધારણા વચ્ચે તેજીનો પવન ફૂંકાઈ ગયા બાદ આગલા સપ્તાહે અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં ફુગાવો વધી આવતાં વહેલા વ્યાજદરમાં કપાતની ધારણા સામે પ્રશ્ર્નાર્થ મૂકાઈ જતાં સોનામાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા અને હાલમાં તેજી થાક ખાઈ રહી હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં સ્ટ્રેટેજિસ્ટ રેન મેકીએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે આજે મોડી સાંજે ફેડરલની બેઠક પશ્ર્ચાત્ વ્યાજદર અંગેના કોઈ અણસાર મળે છે કે કેમ તેના પર રોકાણકારો મીટ માંડીને બેઠા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…