ઇન્ટરનેશનલવેપાર અને વાણિજ્યશેર બજાર

Gold soars: ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદર કપાતનો પુન: આશાવાદ

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૦૮નો અને ચાંદીમાં રૂ. ૬૧૬નો ઉછાળો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો આરંભ કરે તેવો પુન: આશાવાદ નિર્માણ થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ૦.૪ ટકાની તેજી આગળ વધી હોવાના પ્રોત્સાહક અણસારે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૭થી ૨૦૮નો ઉછાળો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો ઘટવાથી વિશ્વ
બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૧૬ની તેજી સાથે ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ સ્ટોકિસ્ટો રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૭ વધીને રૂ. ૬૨,૪૭૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૮ વધીને રૂ. ૬૨,૭૨૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે નીકળેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૧૬ વધીને ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૨,૧૪૬ના મથાળે રહ્યા હતા.


ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાના ૧૦૦ દિવસ થઈ ગયા છે અને ઈઝરાયલ દ્વારા હજુ હુમલાઓ થઈ રહ્યા છે, જ્યારે અમેરિકાએ યમન પર કરેલા હુમલાનો હુતી મિલિટન્ટોએ ચેતવણી ઉચ્ચારતા મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગનો વધારો થતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું છે. વધુમાં અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં વધુ વધારો થવાથી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાત શરૂ થવાનો આશાવાદ વધતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્ર્લેષક ક્યાલે રોડ્ડાએ જણાવ્યું હતું.


આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ૨૦૫૬.૨૦ ડૉલર અને ૨૦૬૦.૧૦ ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ વિશ્ર્લેષકના મતાનુસાર હાલમાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો ભાવ આ સપાટી કુદાવે તો વધીને ભાવ ૨૦૭૧થી ૨૦૭૯ ડૉલરની રેન્જમાં અથડાતા રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…