સોનાના ભાવમાં અઠવાડિયામાં 3.5 ટકાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઈ: ભારતમાં છેલ્લા ચાર દિવસ 12 થી 16 મે દરમિયાન 24 કેરેટ 100 ગ્રામ સોનાના ભાવમાં 35,500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે આગામી ટ્રેડિંગ સત્રમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડાના સંકેત જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવમાં 3.5 ટકાથી વધુનો ઘટાડો થયો
એક અહેવાલ મુજબ ગત અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં 3.5 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીમાં 1 ટકા સુધીનો ઘટાડો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો વૈશ્વિક વેપાર તણાવમાં ઘટાડો અને રોકાણકારોના સકારાત્મક વલણના લીધે સુરક્ષિત સંપત્તિમાં રોકાણનું પ્રમાણ ઘટ્યું છે.
યુદ્ધવિરામને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો
આ અંગે નિષ્ણાતો માને છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધમાં 90 દિવસના વિરામને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બંને દેશો વચ્ચે થયેલા આ કરારમાં અમેરિકાએ ચીની માલ પરનો ટેરિફ 145 ટકાથી ઘટાડીને 30 ટકા કર્યો છે. જ્યારે ચીને અમેરિકન આયાત પરનો ટેરિફ 125 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટો હજુ પણ પ્રશ્નાર્થ હેઠળ છે.
દેશમાં સોનાનો ભાવ
જોકે, 17મેના રોજ દેશમાં 100 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 9,51, 300 રૂપિયા હતો. 18 કેરેટ સોનાના એટલા જ ગ્રામનો ભાવ 7,13,500 રૂપિયા હતો અને 22 કેરેટ સોનાનો ભાવ 8,72,000 રૂપિયા હતો. તેવી જ રીતે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,130 રૂપિયા નોંધાયો હતો. 17 મેના રોજ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 87,200 રૂપિયા હતો અને 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ 71,350 રૂપિયા હતો. 18 મેના રોજ પણ સોનાના ભાવમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
સોનાના ભાવમાં થયો ઘટાડો
નોંધનીય છે કે 12 મેના રોજ 100 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 32,200 રૂપિયાનો ઘટાડો થયો હતો, 14 મેના રોજ 5400 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 15 મેના રોજ 21,300 રૂપિયાનો ઘટાડો થયો હતો. 13 મે અને 16 મેના રોજ 100 ગ્રામ સોનાના ભાવમાં અનુક્રમે 11.400 રૂપિયા અને 12,000 રૂપિયાનો વધારો થયો હતો.
મે મહિનામાં તમામ કેરેટના સોનાના ભાવમાં 1 ટકાનો ઘટાડો
જોકે, એકંદરે આ સપ્તાહમાં મે 2025 નું સૌથી વધુ વેચાણ પણ જોવા મળ્યું. જયારે 12 મે થી 16 મે દરમિયાન 100 ગ્રામ સોનાના ભાવમાં 35,500 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 3550 રૂપિયાનો ઘટાડો થયો હતો. એકંદરે મે મહિનામાં તમામ કેરેટના સોનાના ભાવમાં 1 ટકાનો ઘટાડો થયો છે.
આપણ વાંચો: સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો! હજી ભાવ 55થી 60 હજારે આવે તેવી આશા
સોનાનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 8,725 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 9,518 પ્રતિ ગ્રામ છે.
મુંબઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,513 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 8,720 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 7,135 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,528 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 8,735 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 7,147 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
ચેન્નાઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,513 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 8,720 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 7,185 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
બેંગલુરુમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,513 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 8,720 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 7,135 રૂપિયા પ્રતિ ગ્રામ છે.