વેપાર અને વાણિજ્ય

વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૪૩૮ તૂટી, સોનામાં રૂ. ૪૨૩નો ઘટાડો

મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબની શક્યતા સાથે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૩૮નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૧થી ૪૨૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા વધુ નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે સોનામાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં નફારૂપી વેચવાલીના દબાણ સામે વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૩૮ તૂટીને રૂ. ૯૨,૬૮૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૧ ઘટીને રૂ. ૭૧,૭૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૩ ઘટીને રૂ. ૭૧,૯૯૦ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૩૪.૧૯ ડૉલર અને જૂન વાયદાના ભાવ ૦.૩૪ ટકા ઘટીને ૨૩૩૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૫૦ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે મોડી સાંજે અમેરિકાનાં પહેલા ત્રિમાસિકગાળાનાં જીડીપીનાં સુધારીત ડેટાની થનારી જાહેરાત તેમ જ આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના ફુગાવાના ડેટાની ફેડરલનાં વ્યાજદરમાં કપાતની અસર થાય તેમ હોવાથી રોકાણકારોની નજર આ ડેટા પર સ્થિર થઈ હોવાનું વિશ્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલનાં ઘણાં અધિકારીઓએ વ્યાજદરમાં કપાત અંગે ઓછો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાથી ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તેવી શક્યતા સપાટી પર આવી છે. જોકે, વેપારી વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ શુષ્ક રહેતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress