સોનાના ભાવમાં ઉછાળો, ફટાફટ ચેક કરો આજનો ભાવ

Gold Price Today: સોનાના ભાવમાં આજે ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં ઉથલ પાથલની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. સોનાનો સરેરાશ ભાવ 78,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ અને રૂપિયા સામે અમેરિકન ડૉલર મજબૂત બનતાં ભાવમાં વધારો થયો છે. આંતરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ ચાર સપ્તાહની ટોચ પર પહોંચ્યો છે.
સોનાના ભાવમાં આવી શકે છે ઉછાળો
રોકાણકારોની નજર હવે અમેરિકન આંકડા પર ટકેલી છે. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર ફરીથી પ્રભાવિત કરશે. તાજેતરમાં અમેરિકન મૈક્રોઈકોનૉમિક ડેટાએ અમેરિકન અર્થતંત્રમાં મજબૂતીનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત આર્થિક મંદી અને કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાથી સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. ભારતમાં લગ્નની સીઝન થવાના કારણે સોનાની ડિમાંડ વધવા લાગી છે. સોનાની માંગ વધવાની અસર ભાવ પર પણ જોવા મળી રહી છે. સોનાની કિંમતોમાં વધારાનું એક વધુ કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી અને દેશમાં રોકાણકારોની વધતી માંગ છે. રૂપિયાની નબળાઈએ પણ સોનું મોંઘુ કર્યુ છે. આર્થિક અનિશ્ચિતતાઓના કારણે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે. અમેરિકાના આર્થિક આંકડા જેવા બેરોજગારી દર અને પીએમઆઈ રિપોર્ટ આવનારા દિવસોમાં સોનાની કિંમતો પર અસર કરી શકે છે.
Also read: સોનામાં રૂ. 556નું અને ચાંદીમાં રૂ. 553નું ગાબડું
વિવિધ શહેરોમાં શું છે સોનાનો ભાવ
- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો દર 72,400 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,970 રૂપિયા છે.
- અમદાવાદમાં 22 કેરેટ સોનાનો દર 72,300 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,870 રૂપિયા છે.
- જયપુરમાં 22 કેરેટ સોનાનો દર 72,400 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,970 રૂપિયા છે.
- મુંબઈમાં 22 કેરેટ સોનાનો દર 72,250 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,820 રૂપિયા છે.
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો દર 72,250 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,820 રૂપિયા છે.
- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો દર 72,250 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 78,820 રૂપિયા છે.