Gold Price: સોનું – ચાંદી નવ વર્ષમાં પણ રોકાણકારોને કરશે માલામાલ, આટલા ટકા વળતરનું અનુમાન

મુંબઇ: નવા સંવત 2081માં પણ સોના-ચાંદીના રોકાણકારો(Gold Price Today) માટે સારા સમાચાર છે. જેમાં આ વર્ષે પણ સોના-ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળશે. નિષ્ણાતોના મતે સકારાત્મક આર્થિક પરિબળો અને સલામત રોકાણની માંગને કારણે સોનું સંવત 2081માં 15-18 ટકાનું વળતર આપી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ગત સંવત 2080માં સોના અને ચાંદીના રોકાણકારોને મજબૂત વળતર મળ્યું છે. સંવત 2081 માટે સેન્ટિમેન્ટ સકારાત્મક છે. જ્યારે વૈશ્વિક પરિબળોમાં ફેરફારના કિસ્સામાં રોકાણકારોને નજીવો લાભ પણ મળી શકે છે.
સોનું 15-18 ટકા મોંઘુ થવાની શક્યતા
નિષ્ણાતોના મતે સંવત 2081માં સોનાની સંભાવનાઓ સકારાત્મક રહેશે. જેમાં સામાન્ય રીતે 10 ટકાનો વધારો
થશે અને જો આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે ખરીદીમાં વધારો ચાલુ રહેશે તો સોનું 15-18 ટકા મોંઘું થઈ શકે છે. સોનાએ સંવત 2080માં નિફ્ટી સહિત અનેક એસેટ ક્લાસને પાછળ રાખી દીધા છે. તેમજ કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદી અને વૈશ્વિક વ્યાજ દર નીતિઓમાં ફેરફારને કારણે સોનાના ભાવને ટેકો મળ્યો હતો.
આ પણ વાંચો…..Canada માં ખાલિસ્તાનીઓનો હિંદુ મંદિર પર હુમલો, જુઓ વિડીયો
ચાંદીના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો
વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ ભૌગોલિક રાજકીય જોખમો અને ભાવિ વ્યાજ દરમાં કાપની સંભાવના વચ્ચે સોનું ખરીદ્યું હતું, જેના કારણે ગયા વર્ષે તેની કિંમતોમાં 40 ટકા સુધીનો વધારો થયો હતો. બીજી તરફ, સંવત 2080 દરમિયાન ચાંદીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો અને આ ઔદ્યોગિક ધાતુના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી કમિટમેન્ટ્સને કારણે ચાંદીની માંગ સતત વધશે.