વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ ૨૧૮નો અને ચાંદીમાં ₹ ૯૦નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૯૦ વધી આવ્યા હતા અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬થી ૨૧૮નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯ ૦ વધીને રૂ. ૭૩,૭૪૨ની સપાટીએ રહ્યા હતા. વધુમાં સોનામાં વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬ વધીને રૂ. ૬૨,૦૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૮ વધીને રૂ. ૬૨,૩૦૨ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી વર્ષ ૨૦૨૪થી હળવી નાણાનીતિ અપનાવવાનો સંકેત આપ્યો હતો. તેમ જ ફેડરલના અમુક અધિકારીઓએ વર્ષ દરમિયાન વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હોવા છતાં રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે જાહેર થનારા નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.

જોકે, આજે ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં હાજરમાં સોનાના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૯.૬૭ આસપાસ અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૨૦૩૮.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૫૦ ડૉલર આસપાસની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. જોકે, સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા થકી વ્યાજદરમાં કપાત અંગે વધુ સ્પષ્ટતા થાય તેમ હોવાથી રોકાણકારોએ અત્યારે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…