વેપાર

સોનામાં ₹ ૯૫નો અને ચાંદીમાં ₹ ૩૭૧નો સુધારો

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪થી ૯૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭૧નો સુધારો આગળ ધપ્યો હતો. આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૭૧ વધીને રૂ. ૭૧,૭૪૨ના મથાળે રહ્યા હતા. સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪ વધીને રૂ. ૬૨,૩૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૫ વધીને રૂ. ૬૨,૬૧૦ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૫.૫૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૩૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૦૯ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પશ્ર્ચાત્નાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્યમાં ભવિષ્યના વરતારા પર અને સપ્તાહના અંતે જાહેર થનારા જોબ ડેટા પર બજાર વર્તુળોની નજર છે. ગઈકાલે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમં સુધારો જોવા મળ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું. બજાર વર્તુળો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ પાંચ વખત વ્યાજદરમાં કાપ મૂકશે અને કપાતની શરૂઆત માર્ચ મહિનાથી થાય તેવી શક્યતા એલએસઈજીની ઈન્ટરેસ્ટ રેટ પ્રોબેબિલિટી એપ્લિકેશન આઈપીઆર પર વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker