વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ ૧૦૬નો સુધારો, ચાંદી ₹ ૧૦૨૪ ચમકીને ₹ ૯૧,૦૦૦ની પાર

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારનાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૬ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૨૪ વધીને રૂ. ૯૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૨૪ના ચમકારા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૧,૩૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૪૫૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૭૪૬ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકા ખાતે બેરોજગારીનો દર વધીને અઢી વર્ષની ઊંચી ૪.૧ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ સાથે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ ઉછળીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૭૦ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ૨૩૭૭.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યા બાદ આજે સવારના સત્રમાં નફારૂપી વેચવાલી જોવા મળી હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતની ૭૮ ટકા શક્યતા અને વ્યાજદરમાં બીજી કપાત ડિસેમ્બરમાં જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે