વેપાર

સોનાની ચમક વધી, ચાંદી ઝાંખી પડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં સ્થાનિક સોનાચાંદી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વિરોધાભાસી ચાલ જોવા મળી હતી. સોનાના ભાવમાં સાધારણ ચમકારા સામે ચાંદીમાં પીઠેહઠ નોંધાઇ હતી. મુંબઇ ઝવેરી બજારમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૬૩,૦૦૦ની સપાટી વટાવી ગયા છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ત્રણ પૈસા ધસાનિે ૮૩.૧૯ની આસપાસ સેટલ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ખાતે ગ્લોડ પાછલા બંધ સામે ૧૦ ડોલરના ઉછાળે ઔંશદીઠ ૨૦૫૨ ડોલર બોલાયું હતુૂં, જયારે સિલ્વરમાં સહેજ સુધારા સાથે ૨૪.૩૪ ડોલર પ્રતિ ઔંશનો ભાવ ક્વોટ થયો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ાવ દસ ગ્રામે રૂ. ૬૨,૮૪૪ની સપાટીએ ખૂલ્યા બાદ લેવાલીના ટેકાએ રૂ. ૬૩,૦૩૧ની સપાટીને અથડાઇને રૂ. ૨૧૩ના વધારા સાથે અંતે રૂ. ૬૩,૦૫૭ની સપાટીએ સ્થિર થયો હતો.

એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ દસ ગ્રામે રૂ. ૬૨,૫૯૨ની સપાટીએ ખૂલ્યા બાદ લેવાલીના ટેકાએ રૂ. ૬૨,૭૭૯ની સપાટીને અથડાઇને રૂ. ૨૧૩ના વધારા સાથે અંતે રૂ. ૬૨,૮૦૫ની સપાટીએ સ્થિર થયો હતો.

જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ રૂ. ૭૪,૯૧૮ની સપાટીએ ખૂલ્યા બાદ પર્યાપ્ત લેવાલીના ટેકાના અભાવે રૂ. ૭૪,૬૯૩ની સપાટીને અથડાઇને સહેજ પાછા વળીને અંતે કિલોદીઠ રૂ. ૧૬૮ના ઘટાડા સાથે રૂ. ૭૪,૭૫૦ની સપાટીએ સ્થિર થયા હતા.

દેશાવરમાં દિલ્હી સર્રાફા બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ દસગ્રામે રૂ. ૨૫૦ના વધારા સાથે રૂ. ૬૩,૫૦૦ બોલાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button