વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ ૧૩૪નો અને ચાંદીમાં ₹ ૧૦૯૦નો ઘટાડો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની દશેરાની જાહેર રજા બાદ આજે ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૯૦નો ઘટાડો આવ્યો હતો અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪ ઘટી આવ્યા હતા.

આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૯૦ ઘટીને રૂ. ૭૧,૦૦૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૩૨૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૫૬૪ના મથાળે રહ્યા હતા. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડા તરફી વલણ રહ્યા બાદ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૭.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૯૮૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૮૩ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં છેલ્લા ૧૦ દિવસમાં સોનાના ભાવમાં ૧૦ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ હાલ ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની પ્રતિકારક સપાટીનો સામનો કરી રહ્યા હોવાનું સિટી બૅન્કના વિશ્ર્લેષક મૅટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે હાલ રોકાણકારોની નજર અમેરિકાનાં જીડીપીના ડેટા, જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર મંડાયેલી છે. જોકે, મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી શક્યતા હાલમાં ઓછી થતાં વૈશ્ર્વિક સોનું ૨૦૦૦ ડૉલરની સપાટી અંકે કરવા મથી રહ્યું છે. તેમ જ તેજીના ખેલાડીઓ ખરીદી માટે ભાવ ઔંસદીઠ ૧૯૫૦ ડૉલર આસપાસ આવે તેની રાહ જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?