વેપાર

વિશ્ર્વ બજાર પાછળ સોનું વધુ ₹ ૫૪૨ તૂટીને ₹ ૭૭,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૨૭૧ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ડેટાની વર્તમાન સપ્તાહે થનારી જાહેરાત અને ફેડરલના અધિકારીઓની ટિપ્પણી પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૦થી ૫૪૨નો ઘટાડો આગળ વધ્યો હતો અને ભાવ રૂ. ૭૭,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૭૧ ઘટીને ફરી રૂ. ૯૧,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી અને વધુ ભાવઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૦ ઘટીને રૂ. ૭૬,૫૩૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪૨ ઘટીને રૂ. ૭૬,૮૪૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમ વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૭૧ના ઘટાડા સાથે રૂ. ૯૦,૮૫૯ના મથાળે રહ્યા હતા.

વર્તમાન સપ્તાહે અમેરિકાના અમેરિકાના ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ સહિતના આર્થિક ડેટાઓની જાહેરાત તેમ જ ફેડરલ રિઝર્વના અધિકારીઓની અપેક્ષિત ટિપ્પણીઓને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૬૨.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૯ ટકા ઘટીને ૨૬૬૯.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અગાઉ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારોની સોનામા હેજરૂપી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ વિજયી નિવડતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ભવિષ્યની તેમની વેપાર અને વેરા અંગેની નીતિ તેમ જ ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ જાળવી રાખશે કે કેમ તેની ચિંતા સપાટી પર આવતા સોનામાં વેચવાલીનું દબાણ રહેતાં સોનાચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ ગત સપ્તાહે સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે પાંચ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતમાં સાવચેતીનું વલણ અપનાવવામાં આવે તેવ સંકેત આપ્યો હોવાથી પણ રોકાણકારોની નજર અમેરિકાના નવા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિઓ પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૫ ટકા શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા છે, જ્યારે ૩૫ ટકા ટ્રેડરોનું માનવું છે કે વ્યાજદર યથાવત્ રાખવામાં આવશે.

દરમિયાન ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકામાં ક્ધઝયુમર પ્રાઈસમાં ચાર મહિનાની ધીમી ગતિએ વૃદ્ધિ થઈ હોવાના અહેવાલ હતા. તેમ જ ચીને આર્થિક વૃદ્ધિ માટે બમણું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું હોવા છતાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડિફ્લેશનમાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker