વેપાર

સોનાચાંદીમાં નરમાઇ, સ્ટાન્ડર્ડ સોનું ₹ ૧૯૨ ગબડ્યુ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સ્થાનિક ઝવેરી બજારમાં લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવે નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૧૯૨નો અને ચાંદીમાં એક કિલો દીઠ રૂ. ૨૧૯નો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડા માટેનો કેસ વધુ મજબૂત બન્યો હોવા છતાં તેની બુલિયન બજાર પર કોિ સેન્ટિમેન્ટલ અસર જોવા મળી નહોતી.

મુંબઇમાં ઝવેરી બજાર ખાતે ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૧,૯૯૪ના પાછલા બંધ સામે રૂ. ૭૧,૯૦૯ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે દસ ગ્રામ દીઠ રૂ. ૧૯૩ના ઘટાડા સાથે રૂ. ૭૧,૮૦૧ની સપાટીએ બંધ થયા હતા.

એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૧,૭૦૬ના પાછલા બંધ સામે રૂ. ૭૧,૬૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૧૯૨ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે રૂ. ૭૧,૫૧૪ની સપાટીએ બંધ થયા હતા.

જ્યારે ઓદ્યોગિક વપરાશકારોની ઠંડી લેવાલી અને એકંદર માગના અભાવમાં નિરસ હવામાન વચ્ચે .૯૯૯ ટચની હાજર ચાંદીના ભાવ રૂ. ૮૩,૪૦૭ના પાછલા બંધ સામે રૂ. ૮૩,૨૦૩ની નરમ સપાટીએ ખૂલ્યા હતા અને અંતે વધુ ગબડીને રૂ. ૨૧૯ના ઘટાડા સાથે રૂ. ૮૩,૧૮૮ પ્રતિ કિલોની સપાટીએ બંધ રહ્યાં હતાં. દેશાવરોમાં નવી દિલ્હી ખાતે સોનામાં રૂ. ૨૫૦નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ. ૨,૦૦૦ વધીને ૮૭,૦૦૦ના સ્તર ફરી રહાંસલ કરી ચૂકી છે. અખિલ ભારતીય સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દેશની રાજધાનીમાં ગુરુવારે સોનાના ભાવ રૂ. ૨૫૦ ઘટીને રૂ. ૭૪,૩૫૦ પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા, જ્યારે ચાંદીના ભાવ ૮૭,૦૦૦ના સ્તરે ફરી વળ્યા હતા. બુધવારે કિંમતી ધાતુ અથવા શુદ્ધ સોનું (૯૯.૯ ટકા શુદ્ધતા) ૭૪,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ગુરુવારે ચાંદીના ભાવ રૂ. ૨,૦૦૦ વધીને રૂ. ૮૭,૦૦૦ પ્રતિ કિલોગ્રામની બે સપ્તાહની ટોચે પહોંચી ગયા હતા.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker