સોના ચાંદીના ઈટીએફમાં એક વર્ષમાં 51 ટકાનું બમ્પર વળતર, જાણો આગામી રણનીતિ

દેશના સોના ચાંદીના રોકાણમાં છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. જેમાં સોના -ચાંદીના ઈટીએફમાં પણ રોકાણકારો લાંબા ગાળે સારું વળતર પ્રાપ્ત થયું છે. જેમાં છેલ્લા એક વર્ષના સોના ચાંદીના ઈટીએફમાં 51 ટકાનું બમ્પર વળતર પ્રાપ્ત થયું છે. જોકે, નિષ્ણાતોના મતે સોનાના મુકાબલે ચાંદી વધુ અસ્થિર છે.
ચાંદી ઈટીએફએ સરેરાશ 51.14 ટકા વળતર આપ્યું
નિષ્ણાતોના મતે સોનું અને ચાંદી બંને સુરક્ષિત રોકાણ વિકલ્પો છે. જોકે, ચાંદીમાં પણ ઉચ્ચ ઔદ્યોગિક માંગ છે અને સોનામાં ચાંદી કરતાં ઓછી અસ્થિરતા સાથે વધુ સારું વળતર મળે છે. તેમજ ઉચ્ચ ઔદ્યોગિક માંગના લીધે ચાંદી સોના કરતાં વધુ સારું વળતર આપી રહી છે. છેલ્લા એક વર્ષમાં, ગોલ્ડ ફંડ્સ અને ઈટીએફએ સંયુક્ત રીતે આશરે 50. 94 ટકાનું સરેરાશ વળતર આપ્યું છે. જયારે ચાંદી ઈટીએફએ સમાન સમયગાળા દરમિયાન સરેરાશ 51.14 ટકા વળતર આપ્યું છે.
આ પણ વાંચો: ડિજીટલ કે ઈ-ગોલ્ડ ખરીદતા હોવ તો સાવધાન, સેબીએ આપી મોટી ચેતવણી…
સાવધાનીપૂર્વક રોકાણ કરવાની સલાહ
સોના અને ચાંદીના ઈટીએફમાં રોકાણ કરવા માંગતા રોકાણકારોને નિષ્ણાતો સાવધાનીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપે છે. તે આ બંને જોખમ પરિબળોને ધ્યાનના રાખીને રોકાણ કરી શકે છે. તેમજ હાઈ ટ્રેડીંગ વોલ્યુમના લીધે ગોલ્ડ ઈટીએફ ચાંદીના ઈટીએફ કરતા વધુ સક્રિય હોય છે.
ઈટીએફ શું છે ?
એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ(ETF)એ રોકાણોનો એક સમૂહ છે જેમાં સ્ટોક્સ અથવા બોન્ડ્સ હોય છે. જેમાં એકસાથે ઘણી સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકાય છે. તેની ફી ઘણીવાર અન્ય પ્રકારના ફંડ્સ કરતા ઓછી હોય છે અને તે વધુ સરળતાથી ટ્રેડ થાય છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સથી અલગ છે. જે ફક્ત ટ્રેડિંગ દિવસના અંતે બજાર બંધ થયા પછી ગણતરી કરવામાં આવતી કિંમતે ખરીદી શકાય છે. ઈટીએફના પણ અલગ અલગ પ્રકાર છે .
નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.



