વેપાર

મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા સોનામાં સલામતી માટેની માગ સ્થાનિક સોનામાં રૂ. 203નો અને ચાંદીમાં રૂ. 72નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 203નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં નિરુત્સાહ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 72નો સાધારણ સુધારો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત હોવા છતાં વિશ્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. 72ના સાધારણ સુધારા સાથે રૂ. 71,371ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડવાથી આયાત પડતર વધી આવતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. એકંદરે આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 203 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 62,265 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 62,515ના મથાળે રહ્યા હતા. ઉત્તર પૂર્વ જોર્ડનમાં સિરિયાની સરહદ નજીક થયેલા ડ્રોન હુમલામાં અમેરિકી સર્વિસીસનાં ત્રણ સભ્યો માર્યા ગયાના અહેવાલોને ધ્યાનમાં મધ્યપૂર્વના દેશોમાં અસ્થિરતા વધવાની ભીતિ આજે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટે્રડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધની તુલનામાં 0.4 ટકા વધીને આૈંસદીઠ 2026.81 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 2026.60 ડૉલર આસપાસ ચાંદીના ભાવ 0.6 ટકા વધીને આૈંસદીઠ 22.94 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ચીનની કોર્ટે રિયલ્ટી ક્ષેત્રના અગ્રણી જૂથ એવરગ્રાન્ડેને લિક્વિડીટીનો ઓર્ડર આપ્યો હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો. તેમ છતાં રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker