ફેડરલ તરફથી રેટ કટને લગતા વધુ સંકેતની આશા વચ્ચે વૈશ્ર્વિક શૅરબજારોમાં નરમાઇનું વલણ
ટોક્યો: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી હોવાના આશાવાદ છતાં રોકાણકારો આ સંદર્ભના વધુ સંકેતની રાહ જોઇ રહ્યાં હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં સપ્તાહના પહેલા દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૮,૧૫૧.૯૪ પોઇન્ટના પ્રારંભિક સ્તરની આસપાસ યથાવત હતો, જ્યારે જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ ૦.૧ ટકા વધીને ૧૮,૨૨૭.૫૩ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. બ્રિટનનો ફુટસી – ૧૦૦ ઇન્ડેક્સમાં સાધારણ ફેરફાર જોવા મળ્યો હતો, જે ૦.૧ ટકાથી પણ ઓછો ઘટીને ૭,૯૨૯.૮૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના ફ્યુચર્સ ૦.૧ ટકા નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યાં હતા. જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ બેન્ચમાર્ક ૧.૨ ટકા ઘટીને ૪૦,૪૧૪.૧૨ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, આ બેન્ચમાર્ક તાજેતરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી તે ગબડ્યો હતો.
હોંગકોંગનો હેંગસેંગ બેન્ચમાર્ક ૦.૨ ટકા ઘટીને ૧૬,૪૭૩.૬૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટીને ૩,૦૨૬.૩૧ પોઇન્ટની સપાટીએ પહંચ્યોે હતો.
ચીનનું ચલણ, યુઆન, યુએસ ડોલર સામે ૭.૦૯૯૬ના દરે સેટ કરવામાં આવ્યું હતું. અધિકૃત સેન્ટ્રલ પેરિટી રેટ દરેક કામકાજના દિવસે ઇન્ટરબેંક માર્કેટ ખુલે તે પહેલાં માર્કેટ મેકર્સ દ્વારા ઓફર કરવામાં આવતી વૈઇટેડ એવરેજ પ્રાઇસ પર આધારિત રહે છે. તેમાં દરેક ટ્રેડિંગ દિવસે માત્ર બે ટકા વધવા કે ઘટવાની સ્થિતિસ્થાપકતા છે.
યુઆન શુક્રવારે ડોલર સામે ૭.૨૨૮૨થી વધુ નબળો પડ્યો હતો, જે ચાર મહિનાની નીચી સપાટીએ ગબડી ગયો હતો, કારણ કે અન્ય ચલણો સામે ડોલર વધ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી – એએસએક્સ ૨૦૦ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધીને ૭,૮૧૧.૯૦ પોઇન્ટના સ્તરે પહોચ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી બેન્ચમાર્ક૦.૪ ટકા ઘટીને ૨,૭૩૭.૫૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યોે હતો.
એક ટોચના જાપાનીઝ ફાઇનાન્સ અધિકારીએ જાપાનીઝ યેન સામે યુએસ ડોલરમાં તાજેતરના ઉછાળા વિશે કેટલીક ચિતાઓ વ્યક્ત કરી હોવાથી બજારમાં સંભવિત હસ્તક્ષેપ વિશે અટકળોને વેગ મળ્યો હતો. ડોલર વધીને લગભગ ૧૫૨ યેન પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલાં ૧૩૦ યેનથી સહેજ ઉપર હતો. સોમવારે તે ૧૫૧.૪૧ યેનથી ઘટીને ૧૫૧.૩૨ યેન પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુરોની કિંમત ૧.૦૮૧૦ ડોલરથી વધી ૧.૦૮૨૩ ડોલર બોલાઇ છે.
બેન્ક ઓફ જાપાને ગયા અઠવાડિયે ૧૭ વર્ષમાં પ્રથમ વખત ચાવીરૂપ વ્યાજ દર વધાર્યો હતો, જે શૂન્યથી અથવા નકારાત્મક વ્યાજ દરથી માંડ શૂન્યથી ઉપર હતો. તેનો અર્થ એ છે કે જાપાનમાં બોરોઇંગ રેટ હજુ પણ યુએસ અને અન્ય ઘણા રાષ્ટ્રો કરતા ઓછા છે.
તાજેતરની બેન્ક ઓફ જાપાનની મીટિંગે ડોલરના માર્ગમાં જટિલતાનું બીજું સ્તર ઉમેર્યું. દરોમાં વધારો કરવાના બેન્ક ઓફ જાપાનના નિર્ણય છતાં, સાવચેતીભર્યો સંદેશાવ્યવહાર જાપાનીઝ યેનની માગને ઉત્તેજીત કરવામાં નિષ્ફળ ગયો હોવાનું એસીવાય સિક્યોરિટીઝના કરન્સી એનાલિસ્ટ લુકા સેન્ટોસે જણાવ્યું હતું.
શુક્રવારે, એસએન્ડપી ૫૦૦ સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી ૦.૧ ટકા ઘટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૦.૮ ટકા ઘટ્યો હતો. ડ્યારે નાસ્ડેક કમ્પોઝિટે ૦.૨ ટકા આગળ વધીને, વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે જ્યાં સુધી ફુગાવો ઠંડો રહે ત્યાં સુધી તે આ વર્ષે વ્યાજ દરોમાં ત્રણ તબક્કે ઘટાડો કરી શકે છે. ફેડરલ રિઝર્વનો મુખ્ય વ્યાજ દર ૨૦૦૧ પછી તેના સર્વોચ્ચ સ્તરે છે. એનર્જી ટ્રેડિંગમાં, બેન્ચમાર્ક યુએસ ક્રૂડ ૪૫ સેન્ટના વધારા સાથે ૮૧.૦૮ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૪૮ સેન્ટ વધીને ૮૫.૯૧ ડોલર પ્રતિ બેરલ
બોલાયું છે.