વેપાર અને વાણિજ્ય

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ

સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં આરંભિક તબક્કે ઘટાડો આવ્યા બાદ ધીમો સુધારો જોવા મળ્યો હતો.

આમ વૈશ્વિક નિરુત્સાહી અગેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 841થી 844નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 721નો ઘટાડો આવ્યો હતો.

સોનાની ખરીદી માટે ધનતેરસ પછી બીજા ક્રમાંકનાં ગણાતા શુકનવંતા તહેવર અખાત્રીજનાં દહાડે ભાવસપાટી ઊંચી રહેતાં રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો રહ્યા બાદ આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં હજુ ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી વધુ ઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારો પણ નવી લેવાલીથી દૂર રહ્યા હતા. આજે સ્થાનિકમાં પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 841 ઘટીને રૂ. 71,875 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 844 ઘટીને રૂ. 72,164ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 721 ઘટીને રૂ. 83,494ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.63 ટકા ઘટીને આૈંસદીઠ 2345.36 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.78 ટકા ઘટીને 2348.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.47 ટકા વધીને આૈંસદીઠ 28.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આવતીકાલે (મંગળવારે) અમેરિકાનાં ગત એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની અને અને બુધવારે ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થવાની છે અને જો ફુગાવો ઊંચી સપાટીએ સ્થિર રહેશે તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કપાતની શક્યતાઓ ધૂંધળી બને તેમ હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ભારે ચંચળતા બાદ સ્થિર વલણ જોવા મળ્યું હતું તેમ જ સોનામાં પણ ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…