ઇન્ટરનેશનલવેપાર અને વાણિજ્ય

ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે કૉમૅક્સ વિભાગ પર સોનાના વૈશ્વિક
ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સુધારો આગળ ધપ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૫થી ૬૫૭નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૬૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૬૨૦ની તેજી જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી અને જૂના સોનામાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની યાદી અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૫ વધીને રૂ. ૬૩,૨૧૯ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫૭ વધીને રૂ. ૬૩,૪૭૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૨૦ની તેજી સાથે રૂ. ૭૦,૫૧૮ના મથાળે રહ્યા હતા.

અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી ધીમો ૨.૪ ટકાનો વધારો થતાં ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૪ના અંત આસપાસ અથવા તો આગામી જૂન મહિનાથી રેટ કટની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ બનતાં ગત ગુરુવારથી વૈશ્વિક
બજારમાં સોનામાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને બે મહિનાની ઊંચી ઔંસદીઠ ૨૦૮૧.૩૪ ડૉલરની સપાટી આસપાસ અને વાયદામાં ભાવ વધ્યા મથાળેથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ૨૦૯૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ વધ્યા મથાળેથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ગત સપ્તાહે વૈશ્વિક
સોનામાં ઔંસદીઠ ૫૦ ડૉલરનો ઉછાળો આવ્યો હતો અને તેમાં પણ મોટા ભાગની તેજી ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ છેલ્લાં બે સત્ર દરમિયાન જોવા મળી હતી. તેમ જ વેચાણ કપાવાને કારણે ઝડપી તેજી જોવા મળી હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. વ્યાજદરમાં કપાતની શક્યતા દર્શાવતી એપ્લિકેશન એલએસઈજી અનુસાર હવે ટ્રેડરો આગામી જૂન મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તવી ૭૪ ચકા શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress