નેશનલવેપાર અને વાણિજ્ય

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં વૈશ્વિક સોનું ૨૪૦૦ ડૉલરની પારસ્થાનિક સોનામાં રૂ.

૬૮૪નો અને ચાંદીમાં રૂ. ૧૭૧૫નો ઉછાળો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮૧થી ૬૮૪નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૧૫નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૩,૦૦૦ની અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૧૫ વધીને રૂ. ૮૩,૦૬૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮૧ વધીને રૂ. ૬૯,૦૮૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮૪ વધીને રૂ. ૬૯,૩૬૪ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪૧૭.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૩ ટકા વધીને ૨૪૧૫.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૩ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આજે સમાપન થતી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પશ્ર્ચાત્ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવાના કોઈ સંકેત આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય ઈરાનમાં ઈઝરાયલના હુમલામાં હમાસના નેતા ઈસ્માઈલ હનિયેનું નિધન થતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગ વધતાં તેજીને ટેકો મળ્યો હતો.

આજે અમેરિકી ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે, પરંતુ ફુગાવાલક્ષી દબાણ હળવું થવાથી બેઠક પશ્ર્ચાત્ વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે તે અંગેના કોઈ સંકેતો આપવામાં આવે છે કે કેમ તેનાં પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. જોકે, સામાન્યપણે વેપારી આલમનું માનવું છે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…