અમેરિકાની ટોચની સંસ્થા જીઆઇએનો જ્વેલરી ગ્રેડિંગમાં પ્રવેશ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઇએ) વર્ષના અંત સુધીમાં લેબગ્રોન ડાયમંડ માટેની ડિસ્ક્રિપ્શન સિસ્ટમ બંધ કરી રહી છે, ત્યારે બીજી તરફ જ્વેલરી ગ્રેડિંગ અને સર્ટિફિકેશન સર્વિસિસ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. જીઆઇએ દ્વારા ટ્રેડર્સ અને ગ્રાહકોનો વિશ્ર્વાસ વધારવા માટે ફિનિશ્ડ જ્વેલરી રિપોર્ટ અને કલર સ્ટોન રિપોર્ટ સર્વિસ પણ લાવી રહી છે.
જીઆઇએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રિતેશ પટેલે જણાવ્યુ કે ભારત બીજી સૌથી મોટી ક્ધઝ્યુમર માર્કેટ છે અને ગ્રાહકોની સુરક્ષા માટે આ કવાયત છે.
આપણ વાંચો: ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું: ડી બીયર્સ
જીઆઇએ ઇન્ડિયાએ તેની ફિનિશ્ડ જ્વેલરી રિપોર્ટ અને કલર સ્ટોન રિપોર્ટ સેવા શરૂ કરી છે, જેથી દાગીનાના ઘટકો વિશે માહિતી આપી શકાય, જેમાં ધાતુ, રત્ન, લાક્ષણિકતાઓ અને હાલની કોતરણીનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓ તેની રત્ન ઓળખ અને મોતી સેવાઓનો ભાગ છે અને દાગીનાના ટુકડાઓમાં રત્નોની રત્નોશાસ્ત્રીય તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ફિનિશ્ડ જ્વેલરી રિપોર્ટમાં વર્ણનમાં મેટલ વેરિફિકેશન અને ડી ટુ ઝેડ હીરાની ઓળખ, રંગ અને અંદાજિત કેરેટ વજન માટે રેન્જનો સમાવેશ થશે, જેમાં પહેલાથી જ અનમાઉન્ટેડ હીરા માટે જીઆઇએ રિપોર્ટ નથી. જ્વેલરી માટે ચોક્કસ ગ્રેડ રિપોર્ટ પર વિગતવાર દર્શાવવામાં આવશે.
આપણ વાંચો: ચાર ડાયમંડ કંપનીને 5.13 કરોડનો ચૂનો ચોપડી હીરાવેપારી રફુચક્કર…
અગાઉ જણાવ્યા અનુસાર આ વર્ષના અંતથી, જીઆઇએ લેબગ્રોન ડાયમંડ્ઝની ગુણવત્તા દર્શાવવા માટે વર્ણનાત્મક શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કરશે અને જીઆઇએ દ્વારા કુદરતી હીરા માટે વિકસાવવામાં આવેલા રંગ અને સ્પષ્ટતા નામકરણનો ઉપયોગ કરશે નહીં.
જેમોલોજી તેમ જ હીરા તથા રત્નોના ગ્રેડિંગ અને વિશ્ર્લેષણ, શિક્ષણ અને સંશોધનમાં વૈશ્ર્વિક અઘ્રણી સંસ્થાએ ઝડપથી વિકસતા વિશાળ ભારતીય રત્ન અને ઝવેરાત બજારમાં વિશાળ તકોનો લાભ લેવા માટે શ્રેણીબદ્ધ આયોજનો શરૂ કર્યા છે.
સંસ્થાના ગ્લોબલ સીઇઓ અને પ્રેસિડેન્ટ સુઝેન જેક્સએ જણાવ્યું હતું કે ભારત સદીઓથી આ ક્ષેત્રે અગ્રેસર છે અને હાલ બીજી સૌથી મોટી માર્કેટ હોવા સાથે સંશોધન અને તાલીમ ક્ષેત્રે મહત્તવનું મથક છે. જીઆઇએ ઇન્ડિયા ભારતના રત્નો અને ઝવેરાત વ્યવસાયમાં વેપાર અને ગ્રાહક વિશ્ર્વાસ જાળવી રાખવાના મિશન પર અડગ ધ્યાન કેન્દ્રિત કરશે.