ચલણી નોટો પર નહીં છપાય Mahatma Gandhiનો ફોટો? RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન…
![Direct tax collection to exceed target in current financial year](/wp-content/uploads/2024/11/Notes-780x470.webp)
જ્યારથી આપણે સમજદાર થયા છીએ ત્યારથી તો આપણે ભારતીય ચલણ એટલે કે ઈન્ડિયન કરન્સી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhiji)નો જ ફોટો જોયો છે. પરંતુ હવે વર્ષો બાદ ભારતીય ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાનો વિચાર તરાઈ રહ્યો છે અને અવારનવાર આવા દાવા કરતાં અહેવાલો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ચાલો જોઈએ શું છે આ સમાચારની સચ્ચાઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)શું કહે છે,
જો બાપુનો ફોટો હટાવવામાં આવશે તો તેના સ્થાને કોનો ફોટો છપાશે એ જાણીએ-
1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટો મુદ્દો હતો કે ચલણી નોટો પર કોનો ફોટો છપાશે અને લાંબા વિચારવિમર્શ બાદ આખરે પૂજ્ય બાપુના નામ પર સહેમતિ બની. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવામાં આવશે. પરંતુ આ બાબતે આરબીઆઈનું નિવેદન પણ સામે આવ્યું છે.
આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવા અંગેનો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી કે ન તો આવી કોઈ યોજના છે. કેન્દ્ર દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આરબીઆઈ દ્વારા આવો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. અહીંયા તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર વાઈરલ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડિયન કરન્સી પરથી બાપુનો ફોટો હટાવીને તેની જગ્યાએ રવિન્દ્રનાથ ટાગોર કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામનો ફોટો છાપવામાં આવી શકે છે.
Also read: નેશનલ ડિફેન્સ એકેડમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળતા સનસનાટી…
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાવમાં આવ્યું છે કે બેંકની નોટ પરથી મહાત્મા ગાંધીજીનો ફોટો હટાવવાનો કે બદલાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાત્મા ગાંધીજીના ફોટોવાળી નોટો કે સિક્કાઓ બદલવાની કોઈ યોજના નથી. નાગરિકોએ પણ આવા સમાચારો પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જગ્યાએ દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાનો ફોટો છાપવામાં આવશે, પરંતુ એ સમયે આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આરબીઆઈની આવી કોઈ યોજના નથી.