વેપાર

ટીન, નિકલ અને કોપરમાં આગળ ધપતો ઘટાડો

મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પાંખાં વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે ટીન, નિકલ અને કોપરની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ મર્યાદિત રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૨૨૧૫ અને રૂ. સાત ઘટીને રૂ. ૧૪૨૩માં થયા હતા. વધુમાં આજે કોપરમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું જેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૧૭, રૂ. ૭૦૮ અને રૂ. ૭૬૭ના મથાળે અને કોપર આર્મિચર તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૬૯૭ અને રૂ. ૬૬૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય બ્રાસ અને એલ્યુમિનિયમની વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં વેપારો અત્યંત નિરસ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button