શૅરબજારમાં એક વર્ષમાં ચાર કરોડ રોકાણકારો વધ્યા: તેમાંથી ૩૨ ટકા બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના
નવી દિલ્હી: શેરબજારમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા રિટેલ રોકાણકારો (ડીમેટ એકાઉન્ટ્સ)ની સંખ્યામાં એક વર્ષમાં ૪.૦૩ કરોડ (૩૧.૨૩ ટકા)નો વધારો થયો છે. તેમાંથી ૧.૨૮ કરોડ (૩૨.૧૬ ટકા) નવા રોકાણકારો બિહાર, મધ્યપ્રદેશ (ખઙ), રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.
આ એવા રાજ્યો છે જે આર્થિક રીતે પછાત ગણાતા હતા અને તેમને ’બીમારુ’ રાજ્યોની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં સમૃદ્ધ ગણાતા તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને તેલંગાણામાં માત્ર ૫૨.૧૦ લાખ (૧૨.૯૨ ટકા) રિટેલ રોકાણકારો વધ્યા છે.
યુપીમાં એક વર્ષમાં ૫૭.૨૪ લાખ નવા રોકાણકારો જોડાયા
હવે ઉત્તર પ્રદેશમાં રોકાણકારોની કુલ સંખ્યા વધીને ૧.૮૧ કરોડ થઈ ગઈ છે. તે ગુજરાતને પછાડીને મહારાષ્ટ્ર પછી શેર રોકાણકારોની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતું રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્રમાં કુલ ૩.૧૯ કરોડ રોકાણકારો છે. જ્યારે ગુજરાતમાં શેરબજારના રોકાણકારોની સંખ્યા ૧.૬૦ કરોડ છે.
કેરળમાં એક વર્ષમાં માત્ર ૭.૦૮ લાખ રોકાણકારો વધ્યા છે. દેશના સમૃદ્ધ રાજ્ય ગણાતા કેરળમાં છેલ્લા એક વર્ષમાં માત્ર ૭.૦૮ લાખ રોકાણકારો વધ્યા છે. કર્ણાટકમાં છેલ્લા એક વર્ષમાં ૧૯.૦૨ લાખ નવા રોકાણકારો શેરબજારમાં જોડાયા છે. જો કે, મહારાષ્ટ્રમાં તેની સંખ્યા ૬૨.૬૪ લાખ હતી.
ત્રણ વર્ષમાં ડીમેટ ખાતાની સંખ્યા ત્રણ ગણી થઈ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ત્રણ વર્ષમાં ડીમેટ ખાતામાં ત્રણ ગણો વધારો થયો છે. ૨૦૨૧માં તેમની સંખ્યા ૫.૪૪ કરોડ હતી જે વધીને ૧૬.૯૬ કરોડ થઈ ગઈ છે. મહેતા ઇક્વિટીઝના ડાયરેક્ટર પ્રશાંત ભણસાલીએ કહ્યું- આગામી ૧૨ મહિનામાં ૨૦ કરોડ ડીમેટ એકાઉન્ટ સુધી પહોંચવું શક્ય લાગે છે.
છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં ૨૦ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા એટલે કે ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ સેન્સેક્સ ૬૧,૧૧૨ પોઈન્ટ પર હતો, જે હવે ૨૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૭૩,૭૩૦ પોઈન્ટ પર પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં તેનો વધારો ચાલુ રહેવાની શક્યતા છે.