વેપાર

સિસ્ટમ આઉટેજને કારણે ફોરેક્સમાં ઊથલપાથલ: આરબીઆઈએ સ્પષ્ટતા માગી

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે સિસ્ટમ આઉટેજને કારણે રૂપિયામાં મોટા ઉતાર-ચઢાવ અંગે ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. જેના કારણે રૂપિયો ૮૩.૫૦ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

ડેટા પ્રોવાઇડર એલએસઇજી (લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે ભારતીય ફોરેન એક્સચેન્જ પ્લેટફોર્મને અસર કરતી ટેક્નિકલ સિસ્ટમ આઉટેજને સરખી કરી દીધી છે. અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ.

એલએસઇજી ગ્રાહકોને ઓથેંટિકેશન સર્વિસમાં સર્જાઈ સમસ્યાઓ એલએસઇજી એ કહ્યું, ટેકનિકલ ઘટનાને કારણે, કેટલાક એલએસઇજી ક્લાયન્ટ્સને ઓથેંટિકેશન સર્વિસમાં સમસ્યા આવી, જેના કારણે કેટલાક લોકોને એફએક્સટી ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી. આના કારણે વ્યવસાયિક સેવાઓને અસર થઈ હતી. મુશ્કેલીઓ દુર થઈ ગઈ છે અને સામાન્ય સેવા ફરી શરૂ થઈ છે. મુખ્ય કારણની તપાસ કરવામાં આવી રહી છે. આરબીઆઈએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતી એક વ્યક્તિએ કહ્યું કે રિઝર્વ બેંક આ બાબતનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવા માંગે છે. તેના પરથી જાણી શકાય છે કે જો રૂપિયો લાઈફ ટાઈમ લો પર ગયો તો તેની પાછળનું કારણ સિસ્ટમની નિષ્ફળતા અથવા કોઈ માનવીય ભૂલ હતી.

શું સિસ્ટમ આઉટેજ દરમિયાન બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? રિઝર્વ બેંક એ જાણવા માગે છે કે શું સિસ્ટમ આઉટેજ દરમિયાન કારોબાર ચાલુ રાખવાની પ્રક્રિયા સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? શુક્રવારે તેની સૌથી નીચી સપાટીએ સુધી ગયા બાદ ડોલર સામે રૂપિયો ૮૩.૩૪ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button