વેપાર

અમેરિકી બજારમાંથી સન ફાર્માના એકમે 17,000 એન્ટીફંગલ શેમ્પૂ પાછાં ખેંચ્યા

નવી દિલ્હીઃ સન ફાર્માના એકમ ટેરો ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે ઉત્પાદનની ક્ષતિને ધ્યાનમાં લેતા અમેરિકી બજારમાંથી 17,000 કરતાં વધુ માત્રામાં એન્ટીફંગલ મેડિકેશન પાછા ખેંચ્યા હોવાનું યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે.

અમેરિકી સ્વાસ્થ્ય નિયામકનાં તાજેતરના એન્ફોર્સમેન્ટના અહેવાલમાં જણાવ્યાનુસાર હોથોર્ન સ્થિત સન ફાર્મા/ટેરો સિક્લોપીરોક્સ શેમ્પુના 17,664 નંગ પાછા ખેંચી રહી છે. જે સેબોરેહિક ત્વચાની સારવાર કરતી એક એન્ટીફંગલ દવા છે.

પનીનો આ લોટ ડિગે્રડેશન/અશુદ્ધીની નિર્દિષ્ટ પ્રક્રિયામાં અસફળ હોવાથી કંપની ગત નવમી ડિસેમ્બરે આ લોટ બજારમાંથી પાછો ખેંચી રહી હોવાનું ડ્રગ નિયામક યુએસએફડીએએ જણાવ્યું હતું.

આપણ વાચો: મધ્યપ્રદેશ ઝેરી કફ સિરપ કેસમાં EDની એન્ટ્રી; શ્રીસન ફાર્માના પરિસરમાં દરોડા પડ્યા…

યુએસએફડીએના મતાનુસાર ક્લાસ ટૂ હેઠળ આ લોટ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્પાદનના વપરાશથી કામચલાઉ અથવા તો તબીબી રીતે ઉલટાવી શકાય તેવાં સ્વાસ્થ્ય પરિણામો આવી શકે છે અથવા તો સ્વાસ્થ્ય માટે ગંભીર પ્રતિકૂળ અસર થવાની સંભાવના ઓછી હોય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે 34.773 કરોડના મૂલ્યના સોદા સાથે ગત સાલ ટેરો ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જર પૂર્ણ કર્યું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button