નેશનલવેપાર

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુની વેચવાલી નોંધાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે. આ સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની પ્રવૃત્તિ પર પણ નજર રાખવામાં આવશે, જોકે અગાઉના સપ્તાહમાં તેમજ ચાલુ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં એફઆઇઆઇ આઉટફ્લો સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) દ્વારા સતત મજબૂત ખરીદી દ્વારા સરભર થઇ ગઇ હતી.


અગાઉના સપ્તાહમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૪,૭૦૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ કામચલાઉ ડેટા મુજબ રૂ. ૨૦,૭૯૬ કરોડના શેરની ખરીદી કરી હતી. ચાલુ મહિનામાં હજુ બે ટ્રેડિંગ દિવસો બાકી હોવા છતાં, એપ્રિલમાં અત્યાર સુધીમાં એફઆઇઆઇ દ્વારા કુલ ચોખ્ખું વેચાણ રૂ. ૩૬,૯૩૩ કરોડના સ્તરે હતું, જે જાન્યુઆરી ૨૦૨૩ પછી સૌથી વધુ છે, જ્યારે ડીઆઇઆઇએ મહિના દરમિયાન રૂ. ૪૨,૦૬૫ કરોડની નેટ ખરીદી કરી હતી.


બજારના સહભાગીઓ એપ્રિલ માટેના માસિક ઓટો વેચાણના આંકડા પર પણ નજર રાખશે, જે પહેલી મેએ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત, બીજી મેના રોજ રીલિઝ થતા અંતિમ ઉત્પાદન પીએમઆઇ ડેટા પણ જોવામાં આવશે. પ્રારંભિક ડેટા મુજબ, એચએસબીસી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ એપ્રિલ માટે ૫૯.૧ પર આવ્યો હતો. વધુમાં, માર્ચ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ૩૦ એપ્રિલે જાહેર કરવામાં આવશે, જ્યારે ૧૯ એપ્રિલે પૂરા થયેલા પખવાડિયા માટે બેન્ક લોન અને ડિપોઝિટ વૃદ્ધિના આંકડા અને ૨૬ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણની અનામતો ત્રીજી મેના રોજ જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button