વિદેશી હૂંડિયામણની અનામતમાં 4.698 અબજનો ઉછાળો…

મુંબઈઃ ગત 12મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત 4.698 અબજ ડૉલર વધીને 702.966 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 2.537 અબજ ડૉલર વધીને 587.014 અબજ ડૉલરની સપાટીએ રહી છે.
નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યૅન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 2.12 અબજ ડૉલર વધીને 92.419 અબજ ડૉલરની સપાટીએ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 3.2 કરોડ ડૉલર વધીને 18.773 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 90 લાખ ડૉલર વધીને 4.76 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.