વેપાર

સોનામાં જબરી પીછેહઠ, ચાંદીમાં ₹ ૨,૨૩૯નો જોરદાર કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઝવેરી બજારમાં દિવસની શરૂઆતથી જ સોનાચાંદીમાં જબરી પીછેહઠ જોવા મળી હતી અને ખાસ કરીને ચાંદીમાં તો જોરદાર કડાકો નોંધાયો હતો. જોકે, ચાંદીમાં સત્રના પાછલા ભાગમાં લેવાલીનું દબાણ વધી જવાને કારણે આ કિંમતી ધાતુના ભાવ વધી નીચી સપાટીએ ગબડ્યાં હતા. જોકે, સોનામાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા તે સત્રની નીચી સપાટીથી સહેજ પાછાં ફર્યા હતા, જોકે પાછલા બંધ સામે નીચા સ્તરે જ રહ્યાં હતાં.

બુલિયન ડીલરો અનુસાર બજારને નવું ટ્રીગર નહીં મળે ત્યાં સુદી કિંમતી ધાતુના ભાવ દબાણ હેઠળ રહેશે. સત્રની શરૂઆતે ૯૯૯ ટચનુંશુદ્ધ સોનું રૂ. ૭૧,૯૫૮ના પાછલા બંધ સામે રૂ. ૫૨૧ના ઘટાડા સાથે રૂ. ૭૧,૪૩૭ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં અંતે તે સહેજ પાછું ફરીને રૂ. ૪૪૭ના ઘટાડા સાથે રૂ. ૭,૧૫૧૧ પ્રતિ દસ ગ્રામના ભાવે બંધ રહ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૧,૬૭૦ના પાછલા બંધ સામે દસ ગ્રામદીઠ રૂ. ૫૧૯ના ઘટાડા સાથે રૂ. ૭૧,૧૫૧ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં નીચા મથાળાથી સહેજ પાછું ફરીને અંતે તે રૂ. ૪૪૫ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે રૂ. ૭,૧૫૧૧ ભાવે બંધ રહ્યું હતું.

જ્યારે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૮૫,૦૧૯ની પાછલી બંધ ભાવ સપાટી સામે રૂ. ૨૬૪૦ના જોરદાર કડાકા સાથે રૂ. ૮૨,૩૭૬ની સપાટીએ ખૂલી હતી. સત્રના પાછલા ભાગમાં વેચવાલીનું દબાણ વધવાથી તે ઓર નીચી સપાટીએ ગબડીને અંતે કિલોદીઠ રૂ. ૨,૨૩૯ના કડાકા સાથે રૂ. ૮૨,૭૮૦ની સપાટીએ બંધ થઇ હતી.

અગ્રણી એનાલિસ્ટે જણાવ્યું હતું કે પાછલા સપ્તાહ દરમિયાન બજારના સહભાગીઓ નવા ટ્રીગરની રાહ જોતા હોવાથી, કોમેક્સમાં ૨,૪૯૫ થી ૨,૫૨૯ ડોલર અને વાયદા બજારમાં રૂ. ૭૧,૫૦૦થી રૂ. ૭૨,૨૫૦ની રેન્જમાં સોનામાં કામકાજ થયું હતું.

અમેરિકામાં ૦.૨૫ બેસિસ પોઇન્ટ જેટલા વ્યાજ દરમાં ઘટાડો પહેલાથી જ ડિસાકાઉન્ટ થઇ ગયો છે, સોનામાં કોઈપણ વધુ વધારા માટે ફેડરલ રિઝર્વ તરફથી વધુ ડોવિશ વલણની જેમ કે ૦.૫૦ બેસિસ પોઇન્ટનો કટ અથવા રેટ કટની ઝડપી ગતિની જરૂર પડશે. નહિંતર, આ સપ્તાહમાં સોનું ૨,૪૫૦થી ૨,૫૩૦ ડોલરની રેન્જમાં એકીકૃત થવાનું ચાલુ રાખી શકે છે.

વાયદા બજારમાં રૂ. ૭૨,૫૦૦ ઝોનની આસપાસ પ્રતિકાર સ્પષ્ટપણે દેખાય છે, તેથી રૂ. ૭૨,૨૦૦થી રૂ. ૭૨,૫૦૦ના સ્તરની નજીક ખરીદી કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button