વેપાર

શૅરબજાર જીએસટી કાઉન્સિલ પાસેથી મળેલી કીક સાથે આગળ વધશે, પણ ચોમાસાની નબળી પ્રગતિ અને હીટવેવને કારણે રોકાણકારો ચિંતિત

ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા

મુંબઇ: આ સપ્તાહની શરૂઆત જીએસટી કાઉન્સિલની બેઠક મારફત મળેલી કીક સાથે થશે અને આ ટ્રીગર વધુ એક નવું શિખર બનાવવામાં બજારને મદદ કરશે, પરંતુ કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધવાની સંભાવના છે.

બજારની નજર અમેરિકાના જીડીપી ડેટા, બેન્ક સ્ટે્રસ ટેસ્ટના પરિણામ અને સ્થાનિક સ્તરે અંદાજપત્રની અટકળો પર રહેશે. લોકસભાના ઇલેકશન પરિણામની અસર ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે અને બજારનું પોકસ હવે અંદાજપત્ર પર છે, પરંતુ ચોમાસાની નબળી પ્રગતિ અને હીટવેવ ચાલુ રહેવાને કારણે સેન્ટિમેન્ટ થોડું દબાયેલું રહ્યું છે.

નવી સરકારના સેટલ થવાની સાથે જ ભારતના શેર બજારમાં સતત બીજા સપ્તાહે તેજીનું વલણ ચાલુ રહ્યુ હતું. જો કે, ફ્રન્ટ લાઈન શેરોમાં સુસ્તી રહી હતી. અલબત્ત સ્મોલ અને મિડ કેપ શેરોમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં નવી ઊંચાઈઓને પહોંચ્યા છતા વ્યાપક બજાર અને બેન્ચમાર્કની કામગારી મિશ્ર રહી હતી. મિશ્ર વૈશ્વિક સંકેતો, ચોમાસાની ધીમી પ્રગતિ, આગામી કેન્દ્રીય બજેટ અંગેની અપેક્ષાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા લેવાલીને કારણે અસ્થિરતા વચ્ચે બેન્ચમાર્ક પણ નજીવા વધારા સાથે બંધ થયા હતા.
બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો, જ્યારે મિડ-કેપ અને લાર્જ-કેપ બેન્ચમાર્ક ફ્લેટ રહ્યા હતા. બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો, જ્યારે મિડ-કેપ અને લાર્જ-કેપ ઇન્ડેક્સ ફ્લેટ રહ્યા હતા.
પાછલા સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 217.13 પોઈન્ટ એટલે કે 0.28 ટકા વધીને 77,209.90 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 35.5 પોઈન્ટ એટલે કે 0.15 ટકા વધીને 23,501.10 પર બંધ થયો હતો.
19મી જૂને બીએસઈ સેન્સેક્સે 77,851.63ની નવા રેકોર્ડ હાઈ બનાવી, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21મી જૂને 23,667.10 ની રેકોર્ડ હાઈ સપટીએ પહોંચ્યો હતો. પાછલા સપ્તાહે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. મોસચિપ ટેક્નોલોજીસ, ભણસાલી ઈન્જિનિયરિગ પોલિમર્સ, હેસ્ટર બાયોસાયન્સ, સી.ઈ.ઇન્ફો સિસ્ટમ્સ (મેપમાય ઈન્ડિયા), રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, પંજાબ કેમિકલ્સ એન્ડ કોર્પ પ્રોટેક્શન, નેશનલ ફર્ટિલાઈઝર, શક્તિ પંપ્સ (ઈન્ડિયા) અને ચંબલ ફર્ટિલાઇઝર્સ જેવા સ્મોલકેપ્સ શેરમાં 20-40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, લેન્સર કંટેનર્સ લાઇન્સ, સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રુઅરીઝ, કેમપ્લાસ્ટ સનમાર, કેએનઆર ક્નસ્ટ્રક્શન્સ, ઝેડએફ કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઇન્ડિયા, કામધેનુ વેન્ચર્સ, ગરવારે હાઇ-ટેક ફિલ્મ્સ, પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 8-11 ટકાનો ઘટાડો થયો હતો.

અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કપાતના વિશે કોઈપણ નિર્ણય લેવાનું ટાળ્યું છે અને આ પરિબળ એકંદરે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. હાલમાં જાહેર થયેલા ઇન્ફ્લેશન ડેટામાં ઘટાડાની બાવજૂદ ફેડરલ રિઝર્વે સતત સાતમી વાર પોતાની નીતિગત દરોને સ્થિર રાખ્યા છે. નિષ્ણાંતોએ હવે અનુમાન લગાવી રહ્યા છે કે ફેડરલ આ વર્ષ પહેલાના અનુમાનિત ત્રણ દર કપાતની જગ્યાએ ફક્ત એક જ કપાત કરશે. બજારોએ ફેડના આ નિર્ણયને પચાવી લીધા છે અને સતત તેજી બતાવી છે.

એકવીસમી જૂનના સમાપ્ત થયેલા સપ્તાહમાં નિફ્ટીમાં 0.75 ટકાનો વધારો થયો છે, પરંતુ સૌથી વધારે વધારો સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ સતત બીજા સપ્તાાહે વધારાની સાથે બંધ થયો છે. નિષ્ણાતો માને છે કે જો નિફ્ટી 23500ની સપાટી પાર કરી લે તો આ તેજી તેને 24,000ની તરફ આગળ લઇ જઇ શકે છે.

ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, વીકલી મોમેંટમ ઈંડીકેટર તેજીના સંકેત આપી રહ્યા છે. જ્યાં સુધી વીકલી ક્લોઝિંગના આધાર પર 22,400 (20-વીક મૂવિંગ એવરેજ)થી ઉપર ટકી રહે છે, ત્યાં સુધી ટે્રંડ રીડિગ પોઝિટિવ બની રહેશે. જ્યારે, 22884 પર સ્થિત ટવેન્ટિ ડે મૂવિંગ એવરેજ નિફ્ટી માટે તત્કાલ સપોર્ટના રૂપમાં કામ કરશે. જ્યાં સુધી નિફ્ટી શોર્ટ ટર્મમાં 23,200ની નીચે નહીં જાય ત્યાં સુધી બજારમાં તેજીની સંભાવના રહેશે. મહીનાઓ સુધી રેંજબાઉંડ મૂવમેંટની પછી, આ એક વધારે ટે્રંડિગ મૂવનો સમય છે,
અગ્રણી બ્રોકિંગ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટે્રટેજિસ્ટનું કહેવુ છે કે ટૂંકા ગાળામાં બજાર સ્થિર રહેવાની અને ઊંચા સ્તરે કોન્સોલિડેશનની શક્યતા છે. બજેટની ઘોષણાઓ સંદર્ભે સંવેદનશીલ શેરોમાં એક્શન જોવા મળી શકે છે.

ફર્ટિલાઇઝર, ગેમિંગ અને ઓઇલ અને ગેસ જેવા ક્ષેત્રોના શેરો પર સપ્તાહના અંતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકની વિગતોની અસર જોવા મળશે. વૈશ્વિક સ્તરે, રોકાણકારો યુએસ મેન્યુફેક્ચરિગ અને સર્વિસીસ પીએમઆઈ ડેટા તેમજ યુએસ હાલના હોમ સેલ્સ ડેટાની રાહ જોઈ રહ્યા છે.
ટોચના મ્યુચ્યુઅલ ફંડના ચીફ એનાલિસ્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી બજાર 23657/77510ની નીચે ટે્રડિગ કરશે ત્યાં સુધી નબળો ટે્રન્ડ ચાલુ રહેશે અને ડાઉનસાઇડ પર બજાર ફરી 233200/76720ના સ્તરને સ્પર્શી શકે છે.

જો આ ઘટાડો વધુ ચાલુ રહે તો તે બજાર 23175/76100 સુધી નીચે ખેંચી શકે છે. બીજી તરફ, 23,650/77,500 તેજીવાળાઓ માટે તાત્કાલિક બ્રેકઆઉટ લેવલ હશે.

આ અવરોધ પાર કર્યા બાદ બજાર 23800-24000 અને 78000-78500 સુધી વધી શકે છે. બેન્ક નિફ્ટીમાં 51000નું સ્તર ટે્રડર્સને અનુસરતા ટે્રન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન હશે.
આની ઉપર વધીને 52700-53000 થઈ શકે છે. બીજી તરફ, જો તે 51000થી નીચે આવે તો ટે્રડર્સ લોંગ પોઝિશનમાંથી બહાર નીકળવાનું પસંદ કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button