વેપાર

બજાર મજબૂત થવાની ધારણા: મતદાનનું પ્રમાણ, ફેડરલ મિનિટ્સ, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું પરિબળો

ફોરકાસ્ટ: નિલેશ વાઘેલા

મુંબઇ: રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. 18મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ્સ દ્વારા અપેક્ષા કરતાં વધુ સારી કમાણી, સકારાત્મક વૈશ્વિક સંકેતો અને યુએસ આર્થિક ડેટાને પગલે ફેડરલ રિઝર્વ પાસેથી રેટ કટ માટેની સતત આશા સેન્ટિમેન્ટને ટેકો આપી રહી છે. જોકે, રેટ કટના સમય અંગેની અનિશ્ચિતતા યથાવત છે.

આ ઉપરાંત, વ્યાપક બજારોમાં મજબૂત મૂડ અને સામાન્ય ચૂંટણી પછીના મજબૂત આઉટલૂકની આશાએ પણ ખરીદીમાં રસ લીધો હતો. બજાર આ સપ્તાહે પોઝિટિવ ટોન સાથે મજબૂત થવાની ધારણા છે. રોકાણકારો એફઓએમસી મિનિટ્સ તેમજ ફેડ ચેરમેનની સ્પીચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, લોકસભાની ચૂંટણીના તબક્કાઓ અને કોર્પોરેટ અર્નિંગ જેવા પરિબળો બજારને દિશા આપશે.

નિફ્ટી 50 બેન્ચમાર્ક 447 પોઈન્ટ્સ અથવા બે ટકા વધીને 22,502 પર અને સેન્સેક્સ 1,341.5 પોઈન્ટ્સ અથવા 1.85 ટકા વધીને 74,006 પર બંધ થયો હતો, જ્યારે વ્યાપક બજારોએ બેન્ચમાર્ક કરતા સારી કામગીરી બજાવી હતી, જેમાં નિફ્ટી મિડકેપ-100 ઇન્ડેક્સ 4.07 ટકા અને સ્મોલ કેપ-100 ઇન્ડેક્સ 5.60 ટકા ઊછળ્યો હતો.

માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ 900 કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે જેમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સન ફાર્માસ્યુટિકલ, આઇટીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને ડિવિસ લેબોરેટરીઝ પરિણામ રજૂ કરશે.
આ ઉપરાંત અરબિંદો ફાર્મા, ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બોશ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ટરગ્લોબ એવિએશન, અશોક લેલેન્ડ, જુબિલન્ટ ફૂડવર્ક્સ, વન 97 કોમ્યુનિકેશન્સ, એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, હોનાસા ક્નઝ્યુમર, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓઈલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, હિન્દુસ્તાન કોપર, મણપ્પુરમ ફાઇનાન્સ, નઝારા ટેક્નોલોજીસ, સુઝલોન એનર્જી અને યુનાઇટેડ સ્પિરિટ્સ પણ આ સપ્તાહે તેમની ત્રિમાસિક કમાણીની જાહેરાત કરશે.

અત્યાર સુધી જાહેર કરાયેલી કોર્પોરેટ કમાણી મોટાભાગે અપેક્ષાઓ સાથે સુસંગત છે જેમાં હકારાત્મક અને નકારાત્મક બાજુઓ પર કોઈ મોટું આશ્ચર્ય સર્જાયું ના હોવાનું વિશ્લેષકોએે જણાવ્યું હતું.

વધુમાં, બજારના સહભાગીઓ ચાલુ સામાન્ય ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ અને તે તમામ તબક્કાઓમાં મતદારોના મતદાન પર પણ નજર રાખશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા સાથે શરૂ થયેલું મતદાન અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ તબક્કામાં થઈ ચૂક્યું છે. સોમવારે 20 મેના રોજ, 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 મતદારક્ષેત્રમાં મતદાન થયું છે, જ્યારે છઠ્ઠા તબક્કા માટે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર, 25મી મેના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સામાન્ય ચૂંટણીના પ્રથમ ચાર તબક્કામાં કુલ મતદાન 66.95 ટકા રહ્યું હતું, જ્યારે 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 66.14 ટકા મતદાન નોંધાયું હતું, બીજા તબક્કામાં 26 એપ્રિલે 66.71 ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 65.68 ટકા અને ચોથા તબક્કામાં 13 મેના રોજ 69.16 ટકા મતદાન નોંધાયું હતું. દરમિયાન, મે મહિના માટે એચએસબીસી મેન્યુફેક્ચરિગ અને સર્વિસિસ પીએમઆઇ ફ્લેશ ડેટા 23 મેના રોજ રિલીઝ થશે. એપ્રિલમાં, મેન્યુફેક્ચરિગ પીએમઆઇ માર્ચમાં 59.1ની સામે 58.8 પર હતો, જ્યારે સર્વિસ પીએમઆઇ એ જ સમયગાળા દરમિયાન 61.2 ની સામે 60.8 પર આવ્યો હતો. વધુમાં, 17 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામત 24 મેના રોજ બહાર પાડવામાં આવશે.

વૈશ્વિક મોરચે, તમામ ધ્યાન 21 મેના રોજ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલની સ્પીચ પર રહેશે, ત્યારબાદ આ મહિનાની શરૂઆતમાં 22 મેના રોજ આયોજિત નાણાકીય નીતિની મીટિગની એફઓએમસી મિનિટ્સ પર રહેશે. 14 મેના રોજની સ્પીચમાં, પોવેલે પુનરોચ્ચાર કર્યો હતો કે, ફુગાવામાં ઘટાડો તેમની અપેક્ષા કરતાં ધીમો રહ્યો છે, જે દર્શાવે છે કે બેન્ચમાર્ક વ્યાજ દરો વિસ્તૃત અવધિ માટે એલિવેટેડ રહેવાની શક્યતા છે, પરંતુ સેન્ટ્રલ બેન્ક આગળ જતાં દરમાં વધારો કરશે તેવી અપેક્ષા રાખતી નથી.

એપ્રિલ 2024માં, યુએસ ફુગાવો અગાઉના મહિનાના 3.5 ટકાની સામે 3.4 ટકા પર આવ્યો હતો, જે હજુ પણ ફેડના બે ટકાના લક્ષ્યાંકથી ઘણો વધારે છે. છેલ્લી એફઓએમસી મીટિગમાં, ફેડરલે સતત છઠ્ઠી વખત વ્યાજ દર 5.25-5.5 ટકા પર જાળવી રાખ્યો હતો. આથી, તમામની નજર મિનિટો અને ભાષણમાંથી દર ઘટાડવાની સમયરેખાના સંદર્ભમાં સંકેતો પર રહેશે. વધુમાં, બજારના સહભાગીઓ નોકરીના ડેટા, નવા ઘરના વેચાણ અને ટકાઉને પણ ટે્રક કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker