ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિશ્વબજાર પર: પ્રી-બજેટ સેન્ટિમેન્ટ બજારને દોરશે, 200 કંપની પરિણામ જાહેર કરશે
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા
મુંબઇ: આજથી શરૂ થતાં ત્રણ સત્રના ટૂંકા સપ્તાહનો દારોમદાર વિદેશી ડેટાને આધારે વિશ્વબજાર પર થનારી અસર પર વિશેષ રહેવાની ધારણાં છે. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામ કરતા વધુ આધાર સરકાર અંદાજપત્ર અગાઉ કેવો માહોલ તૈયાર કરે છે અને તેને કારણે બજારમાં કેવું સેન્ટિમેન્ટ સર્જાય છે, એના પર છે.
આ સપ્તાહમાં બજાર માત્ર ત્રણ દિવસ ચોલુ રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામચન્દ્રની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું અને 26મી જાન્યુારીએ ગણતંત્ર દિવસ નિમિત્તે બજાર બંધ રહશેે.
આ ત્રણ દિવસના સપ્તાહમાં બેન્ક ઓફ જાપાન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કના વ્યાજ દરના નિર્ણયો, અમેરિકના જીડીપી ડેટા સાથે, સ્થાનિક સ્તરે કોર્પોરેટ ક્ષેત્રના વધું ત્રિમાસિક પરિણામો તેમ જ બજેટ પૂર્વના સેન્ટિમેન્ટને આધારે બજારની ગતિવિધ જોવા મળશે.
નિફ્ટી અને સેન્સેક્સ પ્રત્યેકમાં 1.5 ટકા જેવા ઘટાડાની સાથે ભારતીય ઇક્વિટી બજારોમાં પાછલા સપ્તાહે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ફ્રન્ટલાઈન બેન્ચમાર્કમાં એચડીએફસી બેન્કના ધોવાણ સાથે નીચી સપાટીએ ખેંચાયા હતા, જ્યારે સૌથી વધુ વેઇટેજ ધરાવતા શેરોતેમના નાણાકીય પરિણામો દ્વારા બજારને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા હતા.
20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં નિફ્ટી-50 અને સેન્સેક્સ 1.5 ટકા ઘટીને અનુક્રમે 21,572 અને 71,424 પોઇન્ટની સપાટી પર બંધ થયા હતા. વ્યાપક બજારોમાં સહેજ વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું હતું, જેમાં નિફ્ટી મિડકેપ 100 શેરઆંકમાં 1.16 ટકાનો સુધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 0.17 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સેક્ટોરલ ઈન્ડાયસિસમાં, નિફ્ટી બેન્કમાં 3.5 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે રોકાણકારો એચડીએફસી બેન્કના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (નિમ)થી નારાજ હતા.
આગામી ત્રણ સત્રના સપ્તાહમાં, યુરોપિયન સેન્ટ્રલ બેન ક (ઇસીબી) અને બેન્ક ઓફ જાપાન (બીઓજે)ના વ્યાજ દર અંગેના નિર્ણયો, અમેરિકાના આર્થિક વિકાસના ડેટા ઉપરાંત સ્થાનિક સ્તરે કોપો4રેટ ક્ષએત્રના બાકી રહેલા નાણાકીય પરિણામો અને બજેટ પૂર્વેના સેન્ટિમેન્ટને આધારે બજારની ચાલ રહેશે.
એક માહિતી અનુસાર 200થી વધુ કંપનીઓ તેમના 2024ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરશે. આમાની મુખ્ય કંપનીઓમાં એક્સિસ બેંક (જાન્યુ. 23), ટાટા સ્ટીલ (જાન્યુ. 24), સિપ્લા (જાન્યુ. 25) અને બજાજ ઓટો (જાન્યુ. 24)નો સમાવેશ છે. આ યાદીમાં અન્ય કંપનીઓમાં કર્ણાટક બેંક, બ્લુ ડાર્ટ, ઓબેરોય રિયલ્ટી, રેલટેલ, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ, ઈન્ડિયન બેંક, યુકો બેંક, એસબીઆઈ કાર્ડ્સ અને અન્ય છે.
રોઇટર્સના અહેવાલ મુજબ બેન્ક ઓફ જાપાન જ્યારે 23 જાન્યુઆરીએ તેના દરના નિર્ણયની જાહેરાત કરશે ત્યારે તેની અલ્ટ્રા-લૂઝ મોનેટરી સેટિગ જાળવી રાખે તેવી શક્યતા છે. બજારો હવે માર્ચ અથવા એપ્રિલમાં વહેલામાં વહેલી તકે દરમાં વધારાની અપેક્ષા રાખે છે. વધુમાં, યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ 25 જાન્યુઆરીએ વ્યાજ દર સ્થિર રાખે તેવી ધારણા છે. બ્લૂમબર્ગ દ્વારા હાથ ધરાયેલા પોલ અનુસાર જૂન ક્વાર્ટરથી શરૂ થાય એ રીતે 25 બેસિસ પોઈન્ટ (બીપીએસ) જેટલી કપાત ચાર વખત થવાની સંભાવના જણાય છે.
યુએસ જીડીપીના ડેટા પણ મહત્ત્વના છે. 25 જાન્યુઆરીના રોજ, યુએસ બ્યુરો ઑફ ઇકોનોમિક એનાલિસિસ અનુસાર લગભગ 2 ટકા (સીઝનલી એડજસ્ટેડ વાર્ષિક દર) જીડીપી વૃદ્ધિની જાણ કરે તેવી અપેક્ષા છે. તે ત્રીજા ક્વાર્ટરના મજબૂત 4.9 ટકા વધારાથી તીવ્ર મંદ છે. જીડીપી ગ્રોથના આંકડા એટલે જાણવા આવશ્યક છે, કે તેમાં એ બાબતના સંકેત મળી શકશે કે અમેરિકામાં મંદીનું જોખમ નજીક છે કે કેમ અને ફેડરલ રિઝર્વ આગળ શું કરશે!