વેપાર

અમેરિકન અર્થતંત્ર, એફઆઇઆઇ અને એફએન્ડઓ એક્સપાઇરી નક્કી કરશે માર્કેટની દશા

ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજાર માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ ખૂબ નિરાશાજનક રહ્યું હતુંં. ટૂંકમાં યુએસ ઈકોનોમીના ડેટા, એફઆઈઆઈનું વલણ, એફએન્ડઓ એક્સપાયરી અને તે બધું આ સપ્તાહે બજારને દિશા આપશે. બેન્ચમાર્ક શેરઆંકો ત્રણ સપ્તાહની તેજી પછી ગયા અઠવાડિયે 2.5 ટકાથી વધુ ઘટ્યા હોવાથી 22 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં શેરબજારમાં તેમની શક્તિ દર્શાવી હતી.
બજારમાં આ ઘટાડો મુખ્યત્વે પીએસયુ બેન્કોને બાદ કરતાં મોટાભાગના ક્ષેત્રોની નબળી કામગીરીને કારણે થયો હતો. આવતા વર્ષે ઊંચા વ્યાજદરનો સંકેત આપતા ફેડરલ રિઝર્વના હોકીશ સ્ટાન્સ, વિદેશી સંસ્થાઓ દ્વારા આક્રમક વેચવાલી, એચડીએફસી બૅન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરમાં જોરદાર કરેક્શન અને નબળા વૈશ્વિક સંકેતોએ બજારના સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું હતું.
જોે કે એક સકારાત્મક બાબતમાં જેપી મોર્ગન દ્વારા તેના બોન્ડ ઇન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બેન્કોમાં ઉછાળાનું એક કારણ હતું અને તેને લીધે બજારને ટેકો પણ મળ્યો હતો. ગંભીર કરેક્શન પછી, મોટા ડોમેસ્ટિક ડેટા પોઈન્ટ્સની ગેરહાજરી અને સપ્ટેમ્બર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની સુનિશ્ચિત માસિક સમાપ્તિને કારણે મોટાભાગે અમેરિકાના જીડીપીના ડેટાસ બોન્ડ યિલ્ડ વગેરે જેવા વૈશ્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સપ્તાહમાં બજાર અફડાતફડી વચ્ચે અટવાતું નેગેટીવ ટોન સાથે વધુ કોન્સોલિડેટ થાય એવી શક્યતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1,830 પોઈન્ટ્સ અથવા 2.70 ટકા ઘટીને 66,009 પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 518 પોઈન્ટ્સ અથવા 2.57 ટકા ઘટીને 19,674 પર પહોંચ્યો હતો, જે (ટકાવારીની દ્રષ્ટિએ ફેબ્રુઆરી પછીની સૌથી મોટી સાપ્તાહિક ખોટ દર્શાવે છે. નિફ્ટીએ 20,000ની સપાટી ગુમાવી તો ખરી પરંતુ અનેક મહત્તવના સપોર્ટ લેવલ પણ તોડી નાંખ્યા હોવાથી રોકાણકારો ચિંતામાં મૂકાઇ ગયા છે. નિફ્ટીએ નિર્ણાયક રીતે તેના 19,850-19,900 સ્તરના નિર્ણાયક સપોર્ટને તોડી નાખ્યો છે અને છેલ્લા અઠવાડિયા માટે 19,674 પર બંધ થયો છે. આગામી નિર્ણાયક સપોર્ટ 19,500-19,400 વિસ્તારની શક્યતા છે.
નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 સૂચકાંકો 1.7 ટકા અને 2.5 ટકા ઘટ્યા હોવાથી વ્યાપક બજારોમાં પણ કરેક્શન જોવા મળ્યું હતું. ટોચના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, વૈશ્વિક ચિંતાઓને જોતાં નજીકના ગાળામાં બજાર દબાણ હેઠળ રહેવાની ધારણા છે. દરમિયાન, સેબીએ બીએસઇ પર ઇલલિક્વિડ સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં ગેરવાજબી સોદામાં સામેલ થવા બદલ 11 એન્ટિટી પર પ્રત્યેકને રૂ. પાંચ લાખ લેખે કુલ રૂ. 5ંચાવન લાખનો દંડ ફટકાર્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિતિ કંપની રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ કરી દીધું છે. અગ્રણી મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ કંપની એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડે જાણ કરી છે કે કંપનીને એફએમસીજી ઉદ્યોગમાં કાર્યરત એમએનસી ક્લાયન્ટ તરફથી નવો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરનું કુલ કદ આશરે રૂ. 72 કરોડનું છે. જે ત્રણ વર્ષમાં પૂરો કરવાનો રહેશે. કંપની તમામ પ્રદેશોમાં ટેક્નોલોજી સક્ષમ કસ્ટમાઇઝ્ડ સમર્પિત ટ્રકિગ બિઝનેસ મોડલમાં વધુ વૃદ્ધિ અને વિસ્તરણ માટે યોજના ધરાવે છે.

વૈશ્વિક સ્તરે, રોકાણકારો આ કેલેન્ડર વર્ષના બીજા ક્વાર્ટરના અંતિમ આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર નજર રાખશે, જે 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને 29 સપ્ટેમ્બરે ફેડ ચેર જેરોમ પોવેલના ભાષણ પર રહેશે. રોકાણકારો જૂન ક્વાર્ટર 2023 માટે યુકેના જીડીપી નંબરો અને આગામી સપ્તાહે યુએસ દ્વારા ઓગસ્ટ માટેના સાપ્તાહિક બેરોજગારી દાવાઓ અને બાકી ઘર વેચાણ પર પણ ધ્યાન રાખશે. ગયા અઠવાડિયે ફેડના હોકીશ ટોન અને યુએસ 10-વર્ષની ટે્રઝરી યીલ્ડના ઉછાળા અને યુએસ ડોલર ઇન્ડેક્સને પગલે ભારે વેચવાલી પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નો રોકાણ પ્રવાહ વધુ એક મહત્ત્વનું પરિબળ હશે. રેકોર્ડ હાઈથી 2.7 ટકા માર્કેટ કરેક્શન પછી પણ ઊંચા મૂલ્યાંકનની ચિંતાએ પણ એફઆઇઆઇની વેચવાલી વધી ગઇ છે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે યુએસ બોન્ડ યીલ્ડ અને યુએસ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈને જોતાં એફઆઇઆઇ વેચાણકર્તા રહેશે. એફઆઇઆઇએ 22 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રોકડ સેગમેન્ટમાં રૂ. 8,681 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે કુલ માસિક આઉટફ્લો રૂ. 18,261 કરોડ પર લઈ ગયો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સમગ્ર એફઆઇઆઇ આઉટફ્લોને સરભર કરવામાં નિષ્ફળ ગયા છે કારણ કે તેમણે પાછલા સપ્તાહમાં રૂ. 1,940 કરોડની અને ચાલુ મહિનામાં તેમની ચોખ્ખી ખરીદી રૂ. 12,169 કરોડ હતી. ઉ

સેન્સેક્સે 66,000ની સપાટી માંડ ટકાવી, સપ્તાહમાં 1,829.48 પોઈન્ટ્સનો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર માટે આ સપ્તાહ નિરાશાજનક રહ્યું હતું. સમીક્ષા હેઠળના 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન પાવર અને પીએસયુ સિવાયના બધા ઇન્ડેક્સ ઘટ્યા હતા, બીએસઇનું માર્કેટ કેપ રૂ.317.77 લાખ કરોડના સ્તરે રહ્યું હતું. 19 સપ્ટેમ્બર, 2023ના રોજ ગણેશ ચતુર્થી નિમિતે બજાર બંધ રહ્યું હતું. સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના 67,838.63ના બંધથી 1,829.48 પોઈન્ટ્સ (2.70 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે 67,665.58 ખૂલી, 18 સપ્ટેમ્બર, 2023ના રોજ ઊંચામાં 67,803.15 અને 22 સપ્ટેમ્બર, 2023ના રોજ નીચામાં 65,952.83 સુધી જઈ અંતે 66,009.15 પર બંધ રહ્યો હતો.
આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.317.77 લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-100 ઈન્ડેક્સ 2.51 ટકા, બીએસઈ-200 ઈન્ડેક્સ 2.37 ટકા, બીએસઈ-500 ઈન્ડેકસ 2.33 ટકા, મિડકેપ ઈન્ડેક્સ 1.71 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 2.04 ટકા ઘટ્યા હતા. આઈપીઓ 1.74 ટકા અને એસએમઈ આઈપીઓ 1.63 ટકા ઘટ્યા હતા. કાર્બોનેક્સ 2.33 ટકા અને ગ્રીનેક્સ 1.47 ટકા ઘટ્યા હતા.
સેકટરલ ઈન્ડેક્સમાં પાવર 0.06 ટકા અને પીએસયુ 0.57 ટકા વધ્યા હતા, જ્યારે ઓટો 0.97 ટકા, બેન્કેક્સ 3.17 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.68 ટકા, કેપિટલ ગુડ્સ 0.69 ટકા, એફએમસીજી 0.71 ટકા, હેલ્થકેર 3.20 ટકા, આઈટી 1.42 ટકા, મેટલ 3.25 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.33 ટકા, રિયલ્ટી 4.28 ટકા અને ટેક 1.45 ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરો હતા: પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા 2.46 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.43 ટકા, ટાઈટન 0.69 ટકા, એનટીપીસી 0.67 ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર 0.50 ટકા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરો હતા, જેમાં એચડીએફસી બેન્ક 8.68 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 6.68 ટકા, વિપ્રો 5.36 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 4.92 ટકા અને રિલાયન્સ 4.50 ટકા ઘટ્યો હતો.
એ ગ્રુપની 714 કંપનીઓમાં 148 સ્ક્રિપ્સના ભાવ વધ્યા, 564 સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને 2 સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા, બી ગ્રુપની 967 સ્ક્રિપ્સમાંથી 215 સ્ક્રિપ્સના ભાવ વધ્યા, 745 સ્ક્રિપ્સના ઘટ્યા અને 7 સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button