વેપાર

નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં પહેલી વખત એસએમઇ રાઇટ્સ અને એફપીઓ એકસાથે

મુંબઇ: નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)ના એસએમઇ પ્લેટફાર્મ એનએસઇ ઇમર્જના ઇતિહાસમાં પહેલી વખત રાઇટ્સ અને એફપીઓ એકસાથે પૂર્ણ થયો છે, જે ભારતીય મૂડીબજાર માટે પણ એક સિદ્ધી હોવા સમાન છે, એમ શેરબજારના સાધનોએ જણાવ્યું હતું.

એમએસઇન પર લિસ્ટેડ પહેલી એસએમઇ કંપની નાણાકીય વર્ષ ૨૦૨૪માં રાઇટ્સ ઇશ્યૂ અને એફપીઓ દ્વારા રૂ. ૪૫૦ કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. એસએઆર ટેલિવેન્ચર લિમિટેડ બુધવારે તેનો સંયુક્ત જાહેર ઇશ્યુ બંધ કર્યો છે, જેમાં રૂ. ૩૦૦ કરોડમા રાઇટ્સ ઇશ્યૂ અને રૂ. ૧૫૦ કરોડના એફપીઓનો સમાવેશ છે. આ બંને ઓફર કે ભરણાં સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઇ ગયા છે.

આ કંપનીનો એફપીઓ ઇશ્યૂ ૨૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ રાઇટ ઇશ્યુનો પબ્લિક પોર્શન ૧.૩૭ ગણો ભરાયો છે જ્યારે એફપીઓનો હિસ્સો ૭.૪૯ ગણો ભરાયો છે. દરેક સેગમેન્ટમાં ઓવરસબ્સક્રિપ્શન નોંધાયું છે.

એફપીઓના એન્કર રાઉન્ડમાં કંપનીએ શેરદીઠ રૂ. ૨૧૦ના ભાવે ઇન્વેસ્ટરર્સ પાસેથી ૪૨.૪૭ કરોડ એકત્ર કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button