એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા | મુંબઈ સમાચાર

એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા

મુંબઈ: પાછલા કેટલાક સત્રથી શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે અને અમેરિકાના બોન્ડની યિલ્ડના ઘટાડા સહિતના અમુક પરિબળને કારણે એફઆઇઆઇએ ધીમી ગતિએ ફરી લેવાલી પણ શરૂ કરી છે. જોકે, વિદેશી ફંડોએ પાછલા દિવસોમાં ભારતીય બજારમાં ધૂમ વેચવાલી કરી છે એ પણ હકિકત છે. ફોરેન ઈન્સ્ટિટ્યુશન ઈન્વેસ્ટર (એફઆઈઆઈ) એટલે કે વિદેશી રોકાણકારો ભારતમાં પાછલા ત્રણ મહિનાથી રોકાણ ઘટાડી રહ્યા છે. આમ છતાં ભારતીય બજાર પર તેની અસર નથી.

વિદેશી રોકાણકારો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રૂ. ૭૫ હજાર કરોડ પાછા ખેંચી ચૂક્યા છે. બીજી તરફ, સ્થાનિક રોકાણકારોએ આ ગાળામાં શેર બજારમાં રૂ ૭૦ હજાર કરોડનું રોકાણ કર્યું છે. આ જ કારણસર દુનિયાભરમાં ફેલાયેલી આર્થિક અનિશ્ર્ચિતતાથી ભારતીય શેરબજારને હજુ કોઈ અસર થઈ નથી.

ભારતમાં વિદેશી રોકાણ ઘટ્યું હોવા છતાં શેરબજારમાં ત્રણ મહિનામાં ફક્ત ૩.૨૫ ટકાનો ઘટાડો થયો છે.

સંબંધિત લેખો

Back to top button