દેશમાં EVની કિંમતો ઘટશે: આ છે કારણો
નવી દિલ્હી: દેશમાં આગામી બે વર્ષમાં ઇવીની કિંમતો ખૂબ જ ઓછી થઇ જશે. વર્ષ ૨૦૨૬ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી)ની બેટરીની કિંમતો વર્ષ ૨૦૨૩ની તુલનાએ ઘટીને અડધી થઇ શકે છે. ઇવીના મેન્યુફેક્ચરિંગના કુલ ખર્ચમાં બેટરીનો હિસ્સો ૨૮ ટકાથી ૩૦ ટકા જેટલો હોય છે. ગોલ્ડમેન સાશના એક સ્ટડી રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૨માં વિશ્ર્વભરમાં ઇવી બેટરીની સરેરાશ કિંમત ૧૫૩ (અંદાજે રૂ. ૧૩ હજાર) પ્રતિ કિલોવોટ હતી. વર્ષ ૨૦૨૩માં તેની કિંમત ૧૪૯ (રૂ. ૧૨,૫૦૦) પ્રતિ કિલોવોટ રહી ગઇ છે. કિંમતો સતત ઘટી રહી છે અને વર્ષ ૨૦૨૬ સુધી કિંમતો વધુ ઘટીને ૮૦ (અંદાજે રૂ. ૬,૭૦૦) પ્રતિ કિલોવોટ રહેવાનો અણસાર છે.
Also read: પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રો માં વૈશ્વિક ખેલાડી તરીકે ઊભર્યું
વર્ષ ૨૦૨૨ની તુલનામાં તે લગભગ ૫ચાસ ટકા કરતા ઓછી છે. રિપોર્ટ અનુસાર બેટરીની કિંમતો આ સ્તર પર આવ્યા બાદ ઇલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કારને બરાબર થઇ જશે. દેશમાં ઇવીને સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર જીએસટી ઘટાડવાની જરૂર છે. ઇવીનું વેચાણ વધારવા માટે પીએમ ઇ-ડ્રાઇવ ફંડને પણ વધારવાની જરૂરિયાત છે. ઓદ્યોગિક સંગઠને એક રાષ્ટ્રીય સંમેલન દરમિયાન સરકાર સમક્ષ આ માગ રજૂ કરી હતી. સંગઠનના પ્રવકતાએ અપીલ કરતા કહ્યું હતું કે ચાર્જિંગ સેવાઓ પર ૧૮ ટકા જીએસટી છે. તેને અમે ઘટાડીને પાંચ ટકા કરવાનો અનુરોધ કરીએ છીએ. જેથી કરીને ગ્રાહકો માટે ચાર્જિંગ સેવા વધુ કિફાયતી બની શકે. આ ઉપરાંત બેટરી પર જીએસટી પણ ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ કરાઇ છે.
દેશમાં બેટરીની કિંમતો ઘટવાના બે પ્રમુખ કારણોમાં પહેલું કારણ ે કે, ઉન્નત થતી ટેક્નોલોજી: સ્ટડીમાં સામેલ નિષ્ણાંતો અનુસાર સેલ ટૂ પેક ટેક્નોલોજીમાં ઓછા બેટરી મોડ્યૂલ્સની જરૂરિયાત રહે છે. તેનાથી ન માત્ર બેટરી પેકનો ખર્ચ ઘટે છે પરંતુ સાથે જ એનર્જી ડેન્સિટી પણ ૩૦ ટકા સુધી વધી જાય છે. તેનાથી બેટરીનો આકાર પણ ઓછો રાખવામાં મદદ મળે છે.
બીજુ કારણ કાચા માલના ઓછા ભાવ: બેટરી મેન્યુફેક્ચરિંગમાં લીથિયમ અને કોબાલ્ટ જેવા કાચા માલનો ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૨૨ સુધી તે ખૂબ જ મોંઘા હતા. ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી તેમાં ઘટાડો યથાવત્ રહી શકે છે. તેને કારણે બેટરી મેન્યુફેક્ચરિંગનો ખર્ચ અંદાજે ૪૦ ટકા સુધી ઘટવાના અણસાર છે.
Also read: સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ
રિપોર્ટ અનુસાર જ્યારથી માર્કેટમાં આધુનિક ઇલેક્ટ્રિક કાર આવવા લાગી છે, બેટરીની કિંમતો સતત ઘટી રહી છે. અમેરિકન ઉર્જા વિભાગ અનુસાર, ટેસ્લા રોડસ્ટરની કિંમત ૧૫ વર્ષ પહેલાની કિંમતની તુલનાએ લગભગ ૯૦ ટકા ઘટી છે.