ઈથેનોલના નવાં ટેન્ડરની ફાળવણીઃ અનિશ્ચિતતાનો સામનો કરતી દેશની 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ

નવી દિલ્હીઃ તાજેતરનાં ઈથેનોલ ટેન્ડરમાં અપર્યાપ્ત પ્રાપ્તિ ઓર્ડરને કારણે દેશભરની અંદાજે 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે કેમ કે તેમાં હાલના એકમો કરતાં નવાં એકમોની વધુ તરફેણ કરવામાં આવી હોવાથી ઉદ્યોગ સંસ્થાઓએ ફાળવણી પદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઓઈલ માર્કેટિંગ કંપની (ઓએમસી)ઓ દ્વારા જારી કરવામાં આવેલા ઈથેનોલ પુરવઠા વર્ષ 2025-26ના ટેન્ડરની હિસ્સેધારકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ફાળવણી માટેનાં માપદંડ અસંતુલન બનાવી રહ્યા છે, સરકારી પ્રતિબદ્ધતતાઓ હેઠળ સ્થાપિત ડિસ્ટિલિયરીઓને કોરાણે મૂકીને નવાં એકમોની તરફેણ કરવામાં આવી છે.
ટેન્ડર ડોક્યુમેન્ટ (1000442332) અનુસાર જે ઝોનમાં સ્થાનિક ડિસ્ટિલિયરીઓ તરફથી થતી ઑફરમાં જરૂરિયાત પૂર્ણ નથી થતી તેવા ઝોનને ખાધ (ડેફિસિટ) ઝોન તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે, જેમાં તમામ સ્થાનિક ઓફરો ફાળવણી માટે પૂર્ણ ગણવામાં આવે છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળથી કંપનીઓને ફાયદો, દેશને નહીં
જોકે ઉદ્યોગના પ્રતિનિધિઓ જણાવે છે આ અભિગમમાં પાડોશી રાજ્યોનાં અતિરિક્ત પુરવઠાની ક્ષમતાની અવગણના કરવામાં આવે છે તેમાંથી ઘણીખરી ડિસ્ટિલિયરીઓ લૉન્ગ ટર્મ ઓફટેક એગ્રીમેન્ટ હેઠળ અને ઓએમસી દ્વારા દાખવવામાં આવેલા એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ મારફતે સ્થાપિત કરવામાં આવેલી છે.
આ સંદર્ભે ગે્રન ઈથેનોલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનનાં પ્રમુખ સી કે જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈથેનોલની પ્રાપ્તિ માટે એક સર્વાંગી મૉડૅલની આવશ્યકતા છે, જેમાં રાજ્યોની અતિરિક્ત ઉપલબ્ધતા, પહેલાથી અસ્તિત્વમાં રહેલી ક્ષમતાઓ અને રોકાણો તથા ડિસ્ટિલિયરીઓ સાથે કરવામાં આવેલી અગાઉની સમજૂતી અને પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં લેવી જોઈએ.
હાલની ફાળવણીની યંત્રણા માત્ર આર્થિક રીતે બિનકાર્યક્ષમ નથી, પરંતુ પર્યાવરણીય રીતે પણ પ્રતિકૂળ છે, કારણ કે હાલની માળખાગત સુવિધાઓની અવગણના કરતી વખતે બિનજરૂરી ક્ષમતાના નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ઉદ્યોગના હિસ્સેધારકેોએ દાવો કર્યો હતો કે ઘણી અસરગ્રસ્ત ડિસ્ટિલિયરીઓએ સરકારનાં ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી) કાર્યક્રમની બાંયધરી હેઠળ મોટાપાયે રોકાણ કરેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશ્મીભૂત ઈંધણની આયાતમાં ઘટાડાની સાથે શેરડી અને અનાજના ખેડૂતોને પ્રાપ્તિ મારફતે ટેકો આપવાનો હતો.