Equity Returns Beat Gold, FD, Property: Morgan Stanley

ઇક્વિટીમાં સોના, એફડી અને પ્રોપર્ટી કરતાં વધુ વળતર: જાણો કોણે કહ્યું

નવી દિલ્હી: મોર્ગન સ્ટેનલીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય ઈક્વિટીએ (સેન્સેક્સ) ૧૦, ૧૫, ૨૦ અને ૨૫ વર્ષની મુદતમાં રિયલ એસ્ટેટ, સોનું, ૧૦-વર્ષના બોન્ડ્સ અને બેંક ફિક્સ્ડ ડિપોઝિટ જેવી અસ્કયામતો કરતાં વધુ વળતર આપ્યું છે. અન્ય શ્રેણીઓની સરખામણીમાં. જોકે, આ વળતર (પ્રી-ટેક્સ) હાંસલ કરવા માટે, રોકાણકારોએ રોકાણ કરતી વખતે જોખમ લેવા અને શેરોમાં થતી વધઘટને સહન કરવા સક્ષમ હોવા જોઈએ, એમ અહેવાલમાં જણાવાયું છે.


Also read: શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો ઘટાડો


મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ, ઇક્વિટીઝ (આ કિસ્સામાં સેન્સેક્સ)એ ૨૫ વર્ષના સમયગાળામાં ૧૫ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે પ્રી-ટેક્સ વળતર આપ્યું હતું, જે સોના (૧૧.૧ ટકા), બેન્ક એફડી (૭.૩ ટકા) કરતાં વધુ સારું હતું. જો કે, ઇક્વિટી રોકાણકારોએ આ વળતર માટે ૩૦.૭ ટકાની ઊંચી વધઘટનો સામનો કરવો પડયો હતો, જ્યારે સોનામાં ૧૧.૩ ટકા અને બેન્ક એફડી માટે ૧.૬ ટકા હતો. મોર્ગન રિપોર્ટ મુજબ જો આપણે છેલ્લા દાયકામાં સંપત્તિ સર્જન પર નજર કરીએ, તો એવું અનુમાન છે કે પરિવારોએ ૮.૫ ટ્રિલિયન ડોલરની સંપત્તિ મેળવી છે જેમાં લગભગ ૧૧ ટકા ઇક્વિટીમાંથી આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોનામાં ભાવ વધવાના કારણે સંપત્તિમાં તીવ્ર વધારો થયો છે.


Also read: વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ₹ ત્રણ લાખ કરોડ


ભારતીય પરિવારો હજુ પણ ઈક્વિટીમાં ઓછું રોકાણ કરે છે. માત્ર ૩ ટકા પરિવારોની નાણાકીય સંપત્તિ ઇક્વિટીમાં છે. તેમનું માનવું છે કે આવનારા વર્ષોેમાં આ સંખ્યા વધીને બે આંકડા સુધી પહોંચી શકે છે. મોર્ગન સ્ટેન્લીનો અંદાજ છે કે સ્થાપક સંપત્તિને બાદ કરતાં, ઇક્વિટી હોલ્ડિંગ વર્તમાન બજાર કિંમતો પર લગભગ ૮ ટકા પરિવારોની નાણાકીય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે.

સંબંધિત લેખો

Back to top button