વેપાર અને વાણિજ્ય

મોંઘવારી સામે કમાણી અઢીગણી વધશે: આરબીઆઈ

નવી દિલ્હી: આગામી એક વર્ષમાં મોંઘવારી ૧.૩૫ ટકા અને કમાણી ૩.૧૫ ટકાના દરે વધી શકે છે. બીજા શબ્દોમાં ફુગાવાની સરખામણીમાં કમાણી લગભગ અઢી ગણી વધવાની આશા છે. એ જ સાથે વ્યક્તિગત ખર્ચમાં પણ સરેરાશ ૧.૮૭ ટકાનો વધારો થઈ શકે છે. આ વાત આરબીઆઈ રિપોર્ટમાં કહેવામાં આવી છે.

મોંઘવારી દર મહત્તમ ૪.૧ ટકા અને લઘુત્તમ દર માઇનસ ૦.૫૮ ટકા સુધી જઈ શકે છે. જ્યારે આવકમાં મહત્તમ ૭.૦૭ ટકા અથવા ન્યૂનતમ ૧.૯૨ ટકાનો વધારો શક્ય છે. આ ઉપરાંત, લોકોના વ્યક્તિગત ખર્ચમાં ૭.૧૧ ટકા સુધીનો ઉછાળો અથવા ૩.૧૪ ટકાનો ઘટાડો થઈ શકે છે.

૨૦૨૪માં સેન્સેક્સ મહત્તમ ૩૭ ટકાના ઉછાળા કે ૩૩ ટકા સુધીનો ઘટાડો નોંધાવી શકે છે. આ કાર્યકાળમાં વ્યક્તિગત લોનમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. જેમાં ૧૧.૭૬ ટકાનો મહત્તમ વધારો અને ૧.૮૭ ટકાની ખાધ શક્ય છે.

ડેલોઈટના ઈન્ડિયા ઈકોનોમિક આઉટલુક ઓક્ટોબર-૨૦૨૩ મુજબ તહેવારોની મોસમ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશનો જીડીપી વૃદ્ધિદર ૬.૮ ટકા રહેવાની શક્યતા છે. વધતી જતી સ્થાનિક માંગને કારણે ભારત ગ્લોબલ મંદી અને ભૌગોલિક રાજકારણની અનિશ્ચિતતાઓનો સામનો કરવામાં સક્ષમ છે. વધતી આવકથી ક્ધઝયૂમર બેઝ પણ મજબૂત થઈ રહ્યો છે.

આરબીઆઇ કહે છે કે જ્યારે વ્યાજદર વધે છે તો ખાનગી ખર્ચમાં ઘટાડો થાય છે, પરંતુ તે જ પ્રમાણમાં જ્યારે વ્યાજદરો ઘટે તો ખાનગી ખર્ચમાં સમાન વધારો નથી થતો. ૨૦૧૨-૧૩થી ૨૦૧૯-૨૦ વચ્ચે જીડીપી ગ્રોથમાં ખાનગી ખર્ચ કે વપરાશનો હિસ્સો ૫૯ ટકા રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…