તમામ દેશી આયાતી તેલમાં ઉછાળો: આ એક તેલમાં ઘટાડો

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૩૮ રિંગિટનો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં એક માત્ર સોયા રિફાઈન્ડના ભાવમાં આવેલા ૧૦ કિલોદીઠ રૂ. પાંચના ઘટાડાને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા.
આજે આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૩૫, કપાસિયા રિફાઈન્ડમાં રૂ. ૨૦ અને લન રિફાઈન્ડ, સિંગતેલ અને સરસવમાં રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. ૧૩૯૦, ગોલ્ડન એગ્રીના રૂ. ૧૪૦૦ અને રિલાયન્સ રિટેલના રૂ. ૧૪૦૩ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: ડૉલર નબળો પડતા વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 451 અને ચાંદીમાં રૂ. 1346ની આગેકૂચ
જોકે, આજે ડાયરેક્ટ તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર છૂટાછવાયા રહ્યા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૭૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૨૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૯૦, સિંગતેલના રૂ. ૧૪૮૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦ અને સરસવના રૂ. ૧૪૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૨૮૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૨૫માં ટકેલા ધોરણે થયા હતા.