વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૫૬નો અને ચાંદીમાં ₹ ૩૬૭નો સુધારો

જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનું એક સપ્તાહની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિ વિષયક બેઠકમાં રેટ કટની માત્રા અંગે નિર્ણાયક પુરવાર થનાર ગત ઑગસ્ટ મહિનાના જોબ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલ ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે ભાવ વધીને એક સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૬૭ વધીને રૂ. ૮૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૭ વધીને રૂ. ૮૩,૩૩૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૪૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૩૧ના મથાળે રહ્યા હતા.

અમેરિકાના ગત ઑગસ્ટ મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને એક સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૨૫૨૩.૨૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૫૧૭ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૫૪૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી સાધારણ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જો આજે અમેરિકાના જોબ ડેટા નબળા આવશે તો સોનાના ભાવમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળશે, પરંતુ વધઘટે ભાવ તેજીતરફી રહે તેવી શક્યતા હોવાનું નવી દિલ્હી સ્થિત રિસર્ચ કંપની એસએસ વેલ્થસ્ટ્રીટનાં સ્થાપક સુગંધા સચદેવાએ જણાવતા ઉમેર્યું હતું કે ચાંદીમાં પણ એકંદરે સિનારિયો તેજીતરફી જ જોવા મળે તેમ જણાય છે.

ગત ઑગસ્ટ મહિનાના ખાનગી રોજગારીના ડેટાઓ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૪૧ ટકા અને ૨૫ ટકા બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૯ ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. વ્યક્ત થઈ રહી હોવાના અહેવાલ હતા.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker