વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૫૩૮ની તેજી, સટ્ટાકીય લેવાલીએ ચાંદી ₹ ૧૭૪૩ ઉછળીને ₹ ૭૯,૦૦૦ની પાર

રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટીએથી પાછું ફર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલના અધિકારીઓએ ગઈકાલે પુન: વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટી કુદાવીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે અનુક્રમે સાધારણ ૦.૩ ટકા અને ૦.૨ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ જે ગઈકાલે જૂન, ૨૦૨૧ પછીની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી ૦.૬ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા.

આમ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૬થી ૫૩૮ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી નીકળતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૪૩ વધીને રૂ. ૭૯,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાથી આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૪૩ ઉછળીને રૂ. ૭૯,૩૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૬ વધીને રૂ. ૬૯,૬૨૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩૮ વધીને રૂ. ૬૯,૯૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ તળિયે બેસી ગઈ હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

ફેડરલના અધ્યક્ષ અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ સહિત અન્ય અધિકારીઓએ રેટ કટનો આધાર આગામી આર્થિક ડેટાઓ પર નિર્ભર રહેશે એમ જણાવ્યું હોવા છતાં નાણાં બજારના વર્તુળો આગામી જૂન મહિનાથી રેટ કટનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે તેજીનું વલણ જળવાઈ રહેતાં એક તબક્કે હાજરમાં ભાવ વધીને ઔંસદીઠ ૨૩૦૪.૦૯ ડૉલરની સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨૯૧.૬૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૩૧૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલે જૂન, ૨૦૨૧ પછીની સૌથી ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા અને આજે સત્રના આરંભે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૦૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જોકે, હવે બજાર વર્તુળોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા અને આગામી સપ્તાહે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. જોકે સિંગાપોરની ઓસીબીસી બૅન્કે એક નોટ્સમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં સોનામાં તેજીનું વલણ રહે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker