આમચી મુંબઈવેપાર

ડૉલર ઈન્ડેક્સની તેજીએ વૈશ્ર્વિક સોનાની તેજી ખોરવી

સોનું રૂ. ૮૯૨ના ગાબડા સાથે રૂ. ૭૫,૦૦૦ની અંદર, ચાંદી રૂ. ૨૧૨૨ ગગડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને બે સપ્તાહની નીચી સપાટી પર પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૮૮થી ૮૯૨ના ગાબડાં સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૧૨૨ ગગડીને રૂ. ૮૯,૦૦૦ની સપાટીની અંદર ઉતર્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૨૨ના ગાબડાં સાથે રૂ. ૮૯,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૮૮,૨૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૮૮ તૂટીને રૂ. ૭૪,૫૩૪ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૨ તૂટીને રૂ. ૭૪,૮૩૪ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો : વૈશ્ર્વિક ચાંદી એક ટકો તૂટતાં સ્થાનિક ચાંદીમાં ₹ ૧૫૨૮ તૂટ્યા, સોનામાં ₹ ૨૦૭નો ઘટાડો

આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદા ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૨૬૨૦.૫૦ ડૉલર અને ૨૬૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે હાલને તબક્કે ડૉલર ઈન્ડેક્સની તેજીને કારણે સોનામાં તેજી ખોરવાઈ છે અને ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવી ગયો હોવાથી હવે ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ન હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે આજે ફેડરલની મિનિટ્સની જાહેરાત અને આવતીકાલે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પશ્ર્ચાત્ ખરીદદારોનું બાર્ગેઈન હંટિંગ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. ખાસ કરીને જો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પ્રોત્સાહક આવે તો સોનાના ભાવ ઉછળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દરમિયાન ગઈકાલે બોસ્ટન ફેડના પ્રમુખ સુસાન કોલિન્સે જણાવ્યું હતું કે જો ફુગાવામાં વૃદ્ધિ ધીમી રહેશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કપાત મૂકે તેવી શક્યતા જણાય છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker