વેપાર

સફળતા માટે કંઇક અલગ હોવું જરૂરી છે?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

શૅરબજાર સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે જયારે માર્કેટ છેલ્લા ૪થી ૫ દિવસ કરેકશનના ફેઝમાં હતું અને તેમાંય એચડીએફસી બૅન્કના થર્ડ કવૉર્ટરના રિઝલ્ટ બજારની ધારણા મુજબ નહીં આવતા તે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના ૮.૪૦ ટકા તૂટી ગયેલ હતો અને સેન્સેક્સ ૧૬૨૮ પૉઇન્ટ પણ તૂટી ગયેલો ત્યારે આ ખરાબ માર્કેટમાં ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસનો શેર ૫ ટકા જેવો વધીને રૂ. ૫૦૮૬ ઉપર બંધ થયેલ હતો અને ત્યારબાદ માત્ર બે જ સત્રમાં ૧૮ જાન્યુઆરી અને ૧૯ જાન્યુઆરીએ ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના ૪૯૧૨ના બંધ ભાવ સામે ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ના ૭૧૭૩નો હાઇ ભાવ બતાવીને ૬૮૭૭ ભાવે કલોઝીંગ આપ્યું છે માત્ર ત્રણ જ સત્રમાં ૨૦૦૦ રૂપિયાનો ભાવ વધારો એટલે લગભગ ૪૫ ટકાનો વધારો!

ઓરેકલનો અર્થ થાય છે કે મેસેન્જર કે જે ભગવાનનો ડિવાઇન મેસેજ તમારા માટે લાવે છે. આ ઓરેકલ કંપની કોણે સ્થાપી અને કેવી રીતે અસ્તિત્વમાં આવી તેનો રસપ્રદ ઇતિહાસ છે.

૧૭ ઑગસ્ટ ૧૯૪૪ના અપરીણિત માને ત્યાં અમેરિકામાં જન્મેલા લેરી એલીસન માટે બાળપણ બહુ આશાસ્પદ નહોતું. તેની મા જયુઇસ હતી અને પિતા ઇટાલીયન ઓરિજીન અમેરિકન યુનાઇટેડ સ્ટેટસ આર્મી કોપ્સ. જયારે એલીસન નવ મહિનાનો હતો અને ન્યુમોનિયાની બીમારીથી પીડાતો હતો ત્યારે તેની માએ એલીસનને તેના અંકલ અને આન્ટિને દત્તક કરી દીધો. માતાથી નારાજ હતો કે શું કારણ હતું તે કયારેય બહાર નથી આવ્યું પણ એ તેની માતાને ૪૮ વર્ષે મળ્યો. જયારે તે બહુ મોટો માણસ થઇ ગયો હતો. તેના પિતાને કદી મળેલો કે નહીં તેનો કયાંય ઉલ્લેખ નથી. જયારે તેણે તેની નોકરીથી કેરિઅરની શરૂઆત કરી ત્યારે તેને અમેરિકન ખુફીયા એજન્સી સીઆઇએ માટે ડેટાબેઝની જોબ મળી ત્યારે તેણે આ ડેટાબેઝને નામ આપ્યું. “ઓરેકલ. ૧૯૭૭માં તેણે બીજા બે પાર્ટનર સાથે મળીને સોફટવેર ડેવલોપમેન્ટ લેબોરેટરીઝની ૨૦૦૦ ડૉલરની કેપિટલ સાથે શરૂ કરી જેમાં ૧૨૦૦ ડૉલરનું કોન્ટ્રિબ્યુશન એલિસનનું હતું. ૧૯૭૯માં કંપનીનું નામ બદલીને રિલેશનલ સોફટવેર ઇન્ક. રાખ્યું. આ સમય દરમિયાન એલિસનને ખબર પડી કે આઇબીએમ કંપની પાસે સિસ્ટમ આર ડેટાબેઝ છે જે કોડેડ થિયરી ઉપર આધારિત હતો. એલિસનને આ બહુ પસંદ આવ્યો. આઇબીએમએ આર ડેટાબેઝ શેર કરવાની ના પાડી દેતા ૧૯૭૯માં એલીસને પોતે જ ડેટાબેઝ ડેવલોપ કરીને “ઓરેકલ વર્ઝન ૨ના નામે બહાર પાડયો. પણ હકીકત તો એ હતી કે વર્ઝન ૧ કયારેય બહાર પડેલું જ નહી! સ્માર્ટ મુવ.

૧૯૯૦માં ઓરેકલ નાદારીના દ્વારે આવી ગયેલ તેનું કારણ એ હતું કે તેની સેલ્સ સ્ટ્રેટેજી એવી હતી કે ગ્રાહકે તેના તમામ સોફટવેર એક સાથે અપફ્રન્ટ ખરીદી લેવાના જેની ડિલિવરી ભવિષ્યમાં થવાની હોય પણ સેલ્સમેન બોનસની લાલચમાં આ ભવિષ્યનું સેલ વર્તમાનમાં જ બતાવીને બોનસ કમાવા લાગ્યા હતા. પણ જ્યારે ભવિષ્યનું સેલ ગ્રાહકના કેન્સેલેસનના કારણે કેન્સલ થવા લાગ્યું ત્યારે સેલ્સમેન તો બોનસ કમાઇને બેઠા હતા આના કારણે કંપનીની નાણાકીય સધ્ધરતા જોખમમાં આવી ગઇ તદ્ઉપરાંત ખોટું વેચાણ બતાવવા બદલ કલાસ સ્યુટ ફાઇલ કરવામાં આવેલી હતી. આખરે ૪૦૦ જણાના સ્ટાફને પાણીચું આપી દેવામાં આવ્યું હતું અને મહામુસીબતે કંપની સ્વૉઇવ થઇ ગઇ. ટુ કટ ધ સ્ટોરી શોર્ટ ઓરેકલને શરૂઆતના વર્ષોમાં ઘણા ઝટાકા પણ લાગ્યા અને તકો પણ મળી. જયારે સ્ટીવ જોબ એપલમાં પાછા ફર્યા ત્યારે ૧૯૯૭માં એલિસનને એપલમાં ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરવામાં આવેલા જે મુદત તેણે ૨૦૨૨ સુધી નિભાવી હતી. ૧૯૯૪માં ઓરેકલના રાઇવલ હતા ઇન્ફોમિકસ કંપનીના સીઇઓ ફીલ વ્હાઇટ. ૧૯૯૪થી ૧૯૯૭ સિલિકોન વેલીમાં ફીલ વ્હાઇટ અને એલિસન વચ્ચેની વોર ફ્રન્ટ પેજ ન્યૂઝ રહેતા હતા. ૧૯૯૭માં ઇન્ફોમિકસે વેચાણમાં મોટો ઘટાડો ડિકર્લેડ કર્યો અને આંકડામાં સુધારા કર્યા આના કારણે છેતરપિંડીના આરોપના કારણે ફીલ વ્હાઇટને જેલની સજા ફરમાવવામાં આવી હરીફ દૂર થતા ઓરેકલને બહુ મોટો ફાયદો થયો હતો.

૨૦૧૦માં ઓરેકલે સન માઇક્રોસિસ્ટમને ટેઇકઓવર કરી લીધે જેના કારણે ઓપન સોર્સ કોડની સહાયતા મળી. જયારે ૯ ઑગસ્ટ ૨૦૧૦ના હેવીટ એન્ડ પેકાર્ડ એચપીએ તેની સીઇઓ મૉક હડૅને બરખાસ્ત કર્યા ત્યારે એલિસને કહ્યું કે આ એચપીનું એપલે સ્ટીવ જોબસને એપલમાંથી બરખાસ્ત કરેલા તેવું મોટું બ્લન્ડર છે અને બાય ધ વે માર્ક હર્ડ એલિસનનો ખાસ દોસ્ત છે કદાચ તેથી જ એચપીએ તેને બરખાસ્ત કર્યો હશે.

ફોર્બ્સ મેગેઝિને ૨૦૧૦માં એલિસનને દુનિયાનો છઠ્ઠો ધનવાન અને અમેરિકાનો ૩જા નંબરનો ધનવાન ઘોષિત કરેલો હતો. ૨૦૧૧માં પાંચમો ધનાઢય કે જેની એસેટ હતી ૩૬.૫ બિલિયન ડૉલર્સ. ૨૦૧૨માં તેની એસેટ હતી ૪૪ બિલિયન ડૉલર્સની જે જૂન ૨૦૧૮માં વધીન ૫૪.૫ બિલિયન ડૉલર્સ પહોંચી ગયેલ હતી. એલિસન ૨૦૧૮થી ૨૦૨૨ સુધી ટેસ્લા કંપનીમાં ડાયરેક્ટર હતા. જૂન ૨૦૨૦માં એલિસન ૭૪ વર્ષની ઉંમરે ૬૬.૮ બિલિયન ડૉલર્સની વેલ્થ સાથે દુનિયામાં ૭માં નંબરે અમીર વ્યક્તિ છે. આજે પણ ઓરેકલ કંપનીની ૪૨.૯ ટકા શેર હોલ્ડિંગ તેના પાસે છે અને ટેસ્લા કંપનીમાં ૧.૪ ટકા. હાલમાં જ નવેમ્બર ૨૦૨૩માં બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેકસમાં ૧૩૦ બિલિયન ડૉલર્સની વેલ્થના માલિકને દુનિયામાં પાંચમાં નંબરના રિસેચસ્ટ ઇન્ડિવિડયુઅલ ડિકલેર કરેલ છે.
જેને માત્ર ૯ મહિનાની ઉંમરે સગી માએ ન્યુમોનિયાની બીમારીથી પીડાતા બાળકને દત્તક આપી દીધેલ હોય તે બાળક મોટો થઇને દુ:ખના ડુંગરમાં રડી રડીને માને દોષ આપવાના બદલે માત્ર પોતાની કેરિઅર ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીને ચડ ઊતરમાં પણ ધૈર્ય ખોયા વગર એક જ લક્ષ્ય કે લાઇફમાં કંઇક અલગ કરવુંં છે, તેવી ભાવનાથી પર્સનલ ટ્રેજેડીને ભૂલીને પ્રોફેશનલ કેરિઅરને જ પ્રાયોરિટી આપીને એક સફળ વ્યક્તિ બનેલ છે. ભારતીય શૅરબજારમાં ઓરેકલ શેરની તેજીમાં છેલ્લા ૨થી ૩ દિવસમાં ઓએફએસએસના રોકાણકારો કે શૅર માર્કેટના ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ પણ હજારો કે લાખો રૂપિયા કમાયા હશે. ઓલ થેક્સ ટુ લેરી એલીસન!! “મેચ્યોરિટી ઇઝ ધ કેપેસિટી ટુ એન્ડયોર અનસર્ટેનિટી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button