અસ્થિર શૅરબજારના માહોલમાં વિભાજિત ઇન્વેસ્ટમેન્ટ સ્ટે્રટેજી લાભકારી
મુંબઇ: શેરબજાર જ્યારે અસ્થિર, અનિશ્રિત અને મંદીની સાઇકલમાં હોય ત્યારે સામાન્ય રીતે મોટાભાગના રોકાણકારો ચિંતામાં મૂકાઇ જતાં હોય છે કારણ કે આ પરિસ્થિતિ પોર્ટફોલિયો વેલ્યુએશનને આડઅસર કરે છે. અચાનક મંદી ાવવાથી રોકાણકારો ધીરજ ગુમાવી બેસે છે અને વેચવાલી કરી બેસે છે. આ પગલું વાસ્તવમાં તેમનો કોઈ હેતુ સર કરતું નથી અને સરવાળે ખોટનો જ સોદો થાય છે. શેરબજારની અસ્થિરતા અને ચડતી પડતી બજારના અવિભાજ્ય ઘટકો છે. ઇક્વિટી, ડેટ સાધનો, સોનું-ચાંદી કે રિયલ એસ્ટેટ જરેક એસેટ ક્લાસને પોતપોતાના ચક્ર હોય છે. જોકે, કોઈપણ બે એસેટ ક્લાસમાં કોઈપણ સમયે સમાન ચક્ર હોઇ ન શકે. આ બાબત ધ્યાનમાં રાખીને રોકાણકારોે મલ્ટિ-એસેટનો વ્યૂહ અપનાવવો જોઇએ, જોકે તમામ રોકાણકારો પાસે આ અંગેની સમજ ના હોવાથી તે એટલું સરળ પણ નથી. આ જ કારણે માર્કેટ રેગ્યુલેટર સેબી નાના રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની મદદ લેવાની સલાહ આપે છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ આવા રોકાણકારોને મલ્ટી-એસેટ એલોકેશન ફંડના રૂપમાં સોલ્યુશન ઓફર કરે છે. અહીં, એક પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, રોકાણકાર વતી વિવિધ એસેટ ક્લાસ માટે યોગ્ય અને સમયસર ફાળવણી કરશે. અસરમાં, રોકાણકારને એક જ જગ્યાએ બહુવિધ એસેટ ક્લાસના વિવિધ લાભોનો ઉપયોગ કરવો પડે છે એમ જણાવતાં કિરણ શેરસ્ટોકર્સ પ્રાઈવેટ લિમિટેડના સનમ દેસાઈ કહે છે કે, વ્યક્તિએ એ સમજવાની જરૂર છે કે વિવિધ એસેટ ક્લાસના વિવિધ બજાર ચક્ર અને મૂલ્યાંકન ગતિશીલતાનો લાભ મેળવવા માટે મલ્ટિ એસેટ સંપત્તિ રોકાણ વ્યૂહરચના સારી તક આપે છેે. આ વ્યૂહમાં પોર્ટફોલિયો એક એસેટ ક્લાસ તરફ કેન્દ્રિત હોવાને બદલે, રોકાણ શ્રેષ્ઠ વૃદ્ધિ માટે યોગ્ય પ્રમાણમાં ત્રણ કે તેથી વધુ સંપત્તિ વર્ગોમાં વિભાજિત હોય છે. આમ, મલ્ટિ-એસેટ ઇન્વેસ્ટિંગ વ્યૂહરચના અનુસરીને, રોકાણકારો માત્ર તેમના જોખમોમાં વિવિધતા લાવી શકતા નથી, પરંતુ સંતુલિત રીતે તમામ અસ્કયામતોના એકત્રિત લાભ મેળવી શકે છે. વધુમાં, આવા પોર્ટફોલિયો કોઈ ચોક્કસ એસેટ ક્લાસના માર્કેટ સાઈકલને અસર કરતા નથી, જેનાથી રોકાણકારોને એક એસેટ ક્લાસમાં કેન્દ્રિત પોર્ટફોલિયોની સરખામણીમાં સલામતી મળે છે. ઉ